12 અને 18%ની જગ્યાએ આવી શકે છે GSTનો નવો સ્ટાન્ડર્ડ સ્લેબ
ફેસબુક પર લખેલ બ્લોગમાં જેટલીએ કહ્યું કે, તમ્બાકૂ, લક્ઝરી કાર, એસી, સોડા વોટર, મોટી ટાવી અને ડિશ વોશરને છોડીને 28 આઈટમ્સને 28 ટકા ટેક્સ સ્લેબમાંથી હટાવીને 18 અને 12 ટકા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. સામાન્ય વ્યક્તિના ઉપયોગમાં આવનાર સીમેન્ટ અને ઓટો પાર્ટ્સ જ 28 ટકા ટેક્સ સ્લેબમાં રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી આગામી પ્રાથમિકતા સીમેન્ટ પર ટેક્સ ઘટાડવાની છે. અન્ય તમામ બિલ્ડિંગ મટીરિયલ પહેલેથી જ 28થી 18 કે 12 ટકા ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર થઈ ગયા છે.
‘જીએસટીના 18 મહિનાઃ શીર્ષક સાથેના બ્લોગમાં નાણાંમંત્રીએ કહ્યું કે, 183 આઈટમ્સ પર ટેક્સ શૂન્ય છે. 308 આઈટમ્સ પર 5 ટકા ટેક્સ લાગે છે. 178 પર 12 ટકા ટેક્સ લાગે છે, જ્યારે 517 આઈટમ્સ પર 18 ટકા ટેક્સ લાગે છે. 28 ટકા ટેક્સ સ્લેભ હવે ખત્મ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) સફળતા ગણાવતા કહ્યું કે, ભવિષ્યમાં 12 અને 18 ટકાની જગ્યાએ એક નવો સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ બનાવવામાં આવી શકે છે જે આ બન્નેની વચ્ચેનો હશે. લક્ઝરી અને સિન પ્રોડક્ટ્સને અપવાદ ગણાવતા તેમણે કહ્યું કે, દેશમાં જીએસટીના ત્રણ 0, 5 અને સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ હશે. તેમણે જીએસટી પહેલા 31 ટકા સુધીના ઉંચા ટેક્સને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું અને ટીકાઓનો જવાબ આપ્યો.