21 પૈસાના ઘટાડા સાથે વર્ષના તળિયે પહોંચી પેટ્રોલની કિંમત, જાણો આજના ભાવ
આ વર્ષે 4 ઓક્ટોબરના રિજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 84 રૂપિયા પ્રતિ લિટરની રેકોર્ડ ઉંચાઈએ આવી ગઈ હતી. જેના કારણે મોદી સરકારે ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઘટાડો અથવા સ્થિર રહી. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 20 પૈસા ઘટીને 67.35 રૂપિયા અને ડીઝલ 19 પૈસા ઘટીને 66.67 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ક્રૂડની કિંમત વૈશ્વિક બજારના આધારે નક્કી થાય છે. વિતેલા ઘણાં દિવસથી વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોના મતે આગળ પણ આ ઘટાડો જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ પર 21 અને ડીઝલમાં 18 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે. આ સાથે જ પેટ્રોલની કિંમત વર્ષના નીચલા સ્તરે આવી ગઈ છે. એક જાન્યુઆરીના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 69.97 રૂપિયા અને ડીઝલ 59.70 રૂપિયામાં મળતું હતું. જે આજે પેટ્રોલ 69.86 રૂપિયા અને ડીઝલ 63.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -