2000 રૂપિયાની નોટ થઈ શકે છે બંધ, SBIના રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
એસબીઆઇના ઇકોફલેશ રિપોર્ટના જણાવ્યા અનુસાર માર્ચ, 2017 સુધીમાં સર્કયુલેશનમાં રહેલી નાની ચલણી નોટોનું મૂલ્ય 3501 અબજ રૂપિયા હતું. જ્યારે 8 ડિસેમ્બર સુધીમાં બજારમાં ફરતી મોટી ચલણી નોટોનું મૂલ્ય 13,324 અબજ રૂપિયા હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી સરકારે 8 નવેમ્બર, 2016ના મોટા મુલ્યની 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ આરબીઆઈએ 2000અને 500ની નવી નોટ જારી કરી હતી. તેથી 8 નવેમ્બર, 2016ને નોટબંધી દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
એસબીઆઇના ઇકોફલેશ રિપોર્ટના જણાવ્યા અનુસાર માર્ચ, 2017 સુધીમાં સર્કયુલેશનમાં રહેલી નાની ચલણી નોટોનું મૂલ્ય 3501 અબજ રૂપિયા હતું. જ્યારે 8 ડિસેમ્બર સુધીમાં બજારમાં ફરતી મોટી ચલણી નોટોનું મૂલ્ય 13,324 અબજ રૂપિયા હતું.
એસબીઆઈના આર્થિક સલાહકાર વડા સૌમ્યા કાંતિ ઘોષ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આરબીઆઈ મોટા મૂલ્યના ચલણની પ્રિન્ટીંગમાં ઘટાડો તેમજ નાના મૂલ્યની ચલણી નોટની પ્રિન્ટીંગમાં વધારો કરી શકે છે. હાલમાં બજારમાં સર્કયુલેશનમાં ચાલતી નાની નોટોનું પ્રમાણ કુલ નોટોના 35 ટકા છે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટથી ફરી એકવાર આમ આદમીની ઉંઘ ઉડી શકે છે. અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ૨૦૦૦ રૂપિયાની નોટ પરત ખેંચે અથવા નવી નોટ છાપવાનું બંધ કરે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -