ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
ઓડના જણાવ્યા અનુસાર નવી ઈ-ટ્રોન ક્વાટ્રો ફુલ ચાર્જ પર 500 કિમીની એવરેજ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે કંપનીએ આ કાર સૌપ્રથમ કયા દેશમાં લોન્ચ કરશે તેની કોઈ જણકારી જાહેર કરી નથી. આ ઈ-ટ્રોન કારની કિંમત 60થી 70 લાખની વચ્ચે હશે.
ઓડી ઈ-ટ્રોન ક્વાટ્રોના કોન્સેપ્ટને કંપનીએ પ્રથમ વખત શાંઘાઈ ઑટો શો-2017માં રજૂ કરી હતી. કંપની આ કારના પ્રોડક્શન મોડલ એસયૂવી ઓર સ્પોર્ટબેક કૂપે બે વર્ઝનમાં ઉતારશે.
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આ કારમાં ત્રણ ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવશે. તે એસયૂવી મોડલની પાવર 435Ps અને સ્પોર્ટબેક કૂપેની પાવર 503PSની આસપાસ હશે. આ કાર 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવા માટે માત્ર 4.5 સેકંડનો સમય લેશે.
નવી દિલ્લી: જર્મન ઓટોમેકર કંપની ઓડી આવતા મહીને પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર કંપની 15 માર્ચ 2018માં ઈલેક્ટ્રિક કાર ઈ-ટ્રોન ક્વાટ્રો લોન્ચ કરશે.
આ કાર Q5 અને Q7વચ્ચેની પોઝીશનની કાર હશે અને તેનો મુકાબલો ટેસ્લા મોડલ એક્સ અને ઝગૂઆર આઈ-પેસ સાથે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -