ઓટો એક્સપો 2018: કિયા મોટર્સની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, કોન્સેપ્ટ કાર કરી રજૂ
કંપનીએ કહ્યું કે, 2019થી 2021 દરમિયાન ભારતમાં એક કોન્પેક્ટ ઇલેક્ટ્રિક વાહન સહિત વાહનોની શ્રેણી રજૂ કરશે. કિયા મોટર્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી હાન કૂ પાર્કે જણાવ્યું, એસપી કોન્સેપ્ટ એયસુવીની ભારતીય બજારને અનુરૂપ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની કિયા મોટર્સે ઓટો એક્સપો 2018માં તેની મેડ ફોર ઇન્ડિયા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) SP કોન્સેપ્ટને શોકેસ કરી છે. કિયા મોટર્સની આ ભારતમાં પ્રથમ રજૂઆત છે. કંપની ભારતમાં કારને આગામી વર્ષે લોન્ચ કરશે. એચપી કોન્સેપ્ટ પર બનેલી આ કારનો દેખાવ હ્યુન્ડાઇ ક્રેટાને મળતો આવે છે.
કંપનીના જણવ્યા મુજબ આ વાહન તેના આંધ્ર પ્રદેશ સ્થિત પ્લાન્ટમાં પ્રોડક્ટ થશે. કંપનીએ આ પ્લાન્ટ પર એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 3 લખ વાહન બનાવવાની છે. કંપનીના અમેરિકા, મેક્સિકો અને સ્લોવાકિયા સહિત અન્ય માર્કેટમાં પણ પ્લાન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -