ઓટો એક્સપો 2018ની શરૂઆત, મારુતિ સુઝુકીએ રજૂ કરી ફ્યૂચર S કોન્સેપ્ટ કાર
બિઝનેસ અવર દરમિયાન ટિકિટની કિંમત 750 રૂપિયા છે અને પબ્લિક અવર દરમિયાન ટિકિટનો ભાવ 350 રૂપિયા છે. બિઝનેસ અવર સવારે 10 થી બપોરે 1 કલાક અને પબ્લિક અવર બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. વીકએન્ડ દરમિયાન ટિકિટનો ભાવ 475 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે ઓટો એક્સપોમાં 24 નવી ગાડીઓ લોન્ચ કરી હતી, જ્યારે 100થી વધારે વ્હીકલ્સ રજૂ કરાશે. ઓટો એક્સપો 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગ્રેટર નોયડાના એક્સપો માર્ટમાં યોજાઇ રહેલા એકસપોમાં આ વખતે 300થી વધારે ગાડીઓ પ્રદર્શિત કરાશે.
કાર અંગે વાત કરતાં કંપનીના અધિકારી
નવી દિલ્હીઃ 14મો ઓટો એક્સપો 2018 બુધવારથી દિલ્હીમાં શરૂ થઈ ગયો છે. દિગ્ગજ ઓટોમોબાઇલ કંપનીઓએ મીડિયા સામે તેમની નવી કાર રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. હોન્ડા આજે ન્યૂ ઝેન અમેઝ લઇને આવી રહી છે. ઉપરાંત મારુતિ સુઝુકીએ કોન્સેપ્ટ ફ્યૂચર એસ કાર રજૂ કરી છે. જે ભારતમાં ચાલુ વર્ષના અંત સુધી લોન્ચ થવાની આશા છે.
મહિન્દ્રાએ પણ તેની કોન્સેપ્ટ કાર ઓટો એક્સપો 2018માં શોકેસ કરી છે.
આ દરમિયાન હાઇબ્રિડ વાહન આકર્ષણનું કેન્દ્ર રહેશે. એક્સપોમાં કંપનીઓ કાર, એમયુવી, એસયુવી, વેન, ટૂ-વ્હીલર, થ્રી વ્હીલર, સ્પેશલ વ્હીકલ, કોન્સેપ્ટ વ્હીલકલ, ટ્રક, બસ, વિન્ટેજ કાર, સુપર કાર, સુપર બાઇક વગેરે પ્રદર્શિત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -