મારુતિ સુઝુકીએ લોન્ચ કરી 3rd જનરેશન સ્વિફ્ટ કાર, જાણો કિંમત
ઓલ ન્યૂ સ્વિફ્ટ જૂના મોડલ કરતા 40 એમએમ વધુ પહોળી છે. સાથે જ તેનું વ્હીલ બેસ પણ 20 એમએમ વધારે છે. તેના લગેજ સ્પેસને 58 લિટર સુધી વધારવામાં આવ્યું છે. જે સેકન્ડ જનરેશન કરતા 28 ટકા વધારે છે. તેમજ તેનું હેડરૂમ અંદાજે 24 એમએમ વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોન્ચિંગ અવસર પર કેનિચી અયુકાવાએ કહ્યું કે, થર્ડ જનરેશન સ્વિફ્ટ કાર ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને રિડિફાઇન કરશે. બ્રાન્ડ ન્યૂ સ્વિફ્ટ કારથી મારુતિ સુઝુકીનો ભારતીય બજારમાં દબદબો જળવાઇ રહેશે.
નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2018માં મારુતિ સુઝુકીએ 3rd જનરેશન સ્વિફ્ટ કારનું લોન્ચિંગ કર્યું છે. ઘણા સમયથી તેની રાહ જોવામાં આવતી હતી. સ્વિફ્ટના પેટ્રોલ વેરિયન્ટની પ્રારંભિક કિંમત (એક્સ શો રૂમ દિલ્હી) 4.9 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયન્ટની પ્રારંભિક કિંમત (એક્સ શો રૂમ દિલ્હી) 5.9 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
સિંગલ ફ્રેમ ફ્રન્ટ ગ્રીલની સાથે મારુતિ સુઝુકીએ ન્યૂ નજરેશન સ્વિફ્ટ કારને સ્પોર્ટી લુકમાં રજૂ કરી છે. ન્યૂ જનરેશન સ્વિફ્ટ કારને ભારતમાં 8 વેરિયન્ટમાં લોન્ચ કરાશે.
સ્વિફ્ટના પેટ્રોલ વેરિયન્ટના ટોપ મોડલની કિંમત 7.29 લાખ રૂપિયા અને ડીઝલના ટોપ ઓટોમેટિક મોડલની કિંમત 8.29 લાખ રૂપિયા છે. દરેક વેરિયન્ટની ડીઝલ અને પેટ્રોલ વર્ઝનની કિંમતમાં આશરે એક લાખ રૂપિયાનો તફાવત છે.
હેડલાઇટ અને ટેલલાઇટના નાવ લૂકથી સ્વિફ્ટ કારની ડિઝાઇન વધુ સારી કરવામાં આવી છે. ન્યૂ જનરેશન સ્વિફ્ટ પેટ્રોલ અને ડીઝલમાં ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજીની સાથે મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -