ઓટો એક્સપો 2018: મર્સિડીઝ, BMW સહિત આ કંપનીઓની ઇલેક્ટ્રિક કાર પર રહેશે નજર
ટાટા ટિગોર ઇલેકટ્રિક: ટાટા મોટર્સ ઓટો એક્સપો 2018માં અનેક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. જેમાંની એક છે ટાટા ટિગોર ઇલેક્ટ્રિક. ટાટા ટિગોર ઇલેકટ્રિક કારની કિંમત 11 લાખ રૂપિયા છે. સરકારી કોન્ટ્રાક્ટ અંતર્ગત આ કારના 10,000 યુનિટનું પહેલાથી બુકિંગ થઈ ચૂક્યું છે. કારની કિંમત થોડી વધારે લાગી રહી હોય પરંતુ ઓછા મેન્ટેનન્સ અને ઇંધણ વગરના ખર્ચ પર ચાલવાના કારણે તે સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુઝુકી ઇ-સર્વાઇવર: આ વર્ષે ઇલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ મોડલ ઓટો એક્સપોમાં જોવા મળશે. આ કારને પ્રથમ વખત ટોકિયો મોટર શોમાં રજૂ કરાઈ હતી. 4 વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી લેસ આ કારમાં બે સીટ છે. તેમાં ઓપન ટોપ રૂફ આપવામાં આવ્યું છે.
મર્સિડીઝ બેન્ઝ ઇક્યૂ કોન્સેપ્ટઃ ઇલેક્ટ્રિક કારનું આ કોન્સેપ્ટ મોડલ 2018 ઓટો એક્સપોમાં ડિસ્પ્લે કરવામાં આવશે. આ કારમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ હશે. થ્રી પોઇન્ટેડ સ્ટાર હોય તેવું આ પ્રથમ ઇલેક્ટ્રિક વાહન હશે.
નવી દિલ્હીઃ ભારતમાં ઓટોનો મહાકુંભ એટલેકે ઓટો એક્સપો 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. હાલ વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે ત્યારે એક્સપોમાં કઇ કંપની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે તેના પર સૌની નજર રહેશે. 14 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ઇવેન્ટમાં અનેક કંપનીઓ તેમના આગામી મોડલ રજૂ કરશે.
હ્યુન્ડાઇ આયોનિક: ઓટો એક્સપો 2018માં ઇકો ફ્રેન્ડલી ઝોનમાં આ કારને રજૂ કરાશે. હાઇબ્રિડ, પ્લગ અને ઓલ ઇલેક્ટ્રિક એમ ત્રણ ઇલેક્ટ્રિફાઇડ વર્ઝન્સમાં રજૂ થનારી વિશ્વની પ્રથમ કાર હશે. તેને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરલામાં આવી છે. તેમાં ઉચ્ચ ક્ષમતાવાળી લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બીએમડબલ્યૂ આઈ3: બીએમડબલ્યૂ તેની સેકન્ડ આઈ સીરિઝ કારને ભારતમાં ઓટો એક્સપોમાં લોન્ચ કરશે. 2015માં બીએમડબલ્યુ આઈ8ને લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપની ઇલેક્ટ્રિક કારનું વિસ્તરણ કરી રહી છે. આ કારમાં 94Ah મોટર હશે, જે 167.6hp પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરશે. આ કારની કિંમત કેટલી હશે તે અંગે હાલ કંપની દ્વારા કોઇ જણાવવામાં આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -