ડેટસન ગો અને ગો+ની રીમિક્સ એડિશન થઈ લોન્ચ, મળશે 9 નવા ફીચર્સ
આ બંને કારમાં 9 નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમાં રિમોટ કી-લેસ એન્ટ્રી, હેન્ડસ ફ્રી બ્લૂટૂથ ઓડિયો, સ્ટાઇલિશ સીટ કવર, ઓલ બ્લેક ફ્રન્ટ ગ્રિલ, સ્ટાઇલિશ બ્લેક વ્હીલ કવર્સ, પિયાનો બ્લેક ઈન્ટીરિયર, રિયરમાં સ્પોર્ટી સ્પોઇલર, સ્ટાઇલિશ ક્રોમ એક્સહોસ્ટ ફિનિશર અને ક્રોમ બંપર બેજલ સામેલ છે.
નવી દિલ્હીઃ ડેટસને ભારતમાં Datsun GO અને GO+ની રીમિક્સ લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. જેની કિંમત ક્મશઃ 4.21 લાખ રૂપિયા અને .99 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. બંને વેરિયન્ટના રીમિક્સ લિમિટેડ એડિશનમાં અનેક પ્રકારના કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નવી હુડ, રુફ રેપ્સ, બ્લેક ઇન્ટીરિયર અને નવા ડુઅલ ટોન કલર કોમ્બિનેશનનો સમાવેશ થાય છે.
નવી કારના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. GO અને GO+ના રીમિક્સ લિમિટેડ એડિશન માટે દેશભરના તમામ નિસાન અને ડેટ્સન ડીલરશિપ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.
ઉપરાંત બંને મોડલ્સમાં ફોલો-મી-હોમ-હેડલમ્પ્સ, સ્પીડ સેન્સિટિવ ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, પાવરખુલ એર કન્ડીશન, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, એયુએક્સ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ તથા સેન્ટ્રલ લોકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.