નવા વર્ષમાં હ્યુન્ડાઈનો ધમાકો, બતાવી નવી વેલોસ્ટરની પ્રથમ ઝલક
આ કંપનીની સેકન્ડ જનરેશન કાર છે. તેમાં કંપનીએ અનેક કોસ્મેટિક ફેરફાર કર્યા છે. ઓનલાઈન ઉપલબ્ધ જાણકારી અનુસાર હ્યુન્ડાઈ 2019ની વેલોસ્ટરમાં હેક્ઝાગોલન ગ્રિલ આપવામાં આવી છે. ઠીક તેની ઉપર એલઈડી હેડલેમ્પ મળશે. જ્યારે પાછળના ભાગમાં મોટા આકારના ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. કારની ઉંચાઈ થોડી ઓછી છે, પરંતુ દેખાવે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈએ નવા વર્ષની શાનદાર શરૂઆત કરી છે. કંપનીએ પોતાની નવી જનરેશન કાર વેલોસ્ટરનો નવો વીડિયો જારી કર્યો છે. હ્યુન્ડાઈ આ કારને ડેટ્રોઈટમાં થનારા નોર્થ અમેરિકા ઇન્ટરનેશનલ ઓટો શોમાં રજૂ કરશે. લોન્ચ પહેલા ઉત્સુક્તા વધારવા માટે કંપનીએ તોનો એક ટીઝર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આ કાર કાચીંડાની જેમ રંગ બદલતી જોવા મળે છે.
એન્જિન સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો હ્યુન્ડાઈની આ ન્યૂ જનરેશન વેલોસ્ટરમાં તમને 2 એન્જિનના વિકલ્પ આપવામાં આવી શકે છે. તેમાં પ્રથમ હશે 2 લિટર પેટ્રોલ એન્જિન જે 159 બીએચપીનો પાવર જનરેટ કરશે. અહેવાલ અનુસાર કંપની તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયબોક્સ આપી શકે છે.
જ્યારે બીજો 1.6 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે જે 198 બીએચપીનો પાવર જનરેટ કરે છે. જેમાં 6-સ્પીડ મેન્યુઅલની સાથે 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે.