મારુતિ આગામી વર્ષે લોન્ચ કરશે નવી વેગનઆર, હશે આ મોટા ફેરફાર
મુખ્ય ફેરફાર ફ્રન્ટ ગ્રિલની સાથે જોવા મળશે. જેના કારણે કાર બદલાયેલી જોવા મળશે. તેમાં નવા ચૌકોર હેડલેમ્પ પણ જોવા મળી શકે છે.
જુદા જુદા ઓટો સામયિક અનુસાર મારુતિની આ નવી વેગનઆરને ગુડગાંવની નજીક ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. કહેવાય છે કે, તેનું નિર્માણ મારુતિના માનેસર પ્લાન્ટમાં જ કરવામાં આવશે. જોકે તેને સંપૂર્ણ કવર કરીને રસ્તા પર ઉતારવામાં આવી હતી. પરંતુ મારુતિની પેરન્ટ કંપની સુઝુકી જાપાનમાં વિતેલા વર્ષે નવી વેગનઆર રજૂ કરી ચૂકી છે. જેને જોતા જ લાગી રહ્યું છે કે ભારતમાં આ જ વેગનઆર રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પોતાની મોટી કાર અને સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે ભરપૂર જગ્યાને કારણે મારુતિ સુઝુકીની વેગનઆર વિતેલા બે દાયકાથી ભારતીય રસ્તા પર રાજ કરી રહી છે. તમને જણાવીએ કે, વેગનઆર સૌથી પહેલા 1999માં રજૂ કરવામાં આવી હતી. હવે અહેવાલ મળી રહ્યા છે કે કંપની પોતાની તમામ લોકપ્રિય કારોને નવા રંગરૂપ સાથે બજારમાં ઉતારવા જઈ રહી છે.
ઉપરાંત સાઈડ રિયર મિર પણ નવા આકારના હશે. કારના બહારના સ્વરૂપ ઉપરાંત એન્જિનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં પણ હાલની વેગનઆરના 998 સીસી 3 સિલિન્ડરવાળા કે10બી પેટ્રોલ એન્જિન મળી શકે છે. જે 67 બીએચપીનો પાવર અને 90 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી કાર અને જાપાનમાં રજૂ કરવામાં આવેલ કાર જોઈને અંદાજ લગાવી શકાય કે વેગનઆર બહારના સ્વરૂપમાં અનેક ફેરફાર જોવા મળશે.
આ જ ક્રમમાં બજારમાં નવી વેગનઆર ઉતારવાની ચર્ચા પણ છે. છેલ્લા ઓટો એક્સ્પો દરમિયાન કંપનીએ 7 સીટર વેગનઆર રજૂ કરી હતી. આ કારની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે કંપની પહેલા જેવા જ સીટિંગ અરેન્જમેન્ટની સાથે નવી વેગનઆર રજૂ કરી શકે છે.