રેનોએ લોન્ચ કરી ક્વિડનું લિવ ફોર મોર રીલોડેડ એડિસન, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ
લિવ ફોર મોર રીલોડેડ એડિશન કુલ પાંચ કલર ફાઈરી રેડ, આઈસ કૂલ વ્હાઈટ, મૂનલાઈટ સિલ્વર, આઉટબેક બ્રોન્ઝ અને પ્લાનેટ ગ્રેમાં ઉપલબ્ધ છે. તેમાં હાલના મોડલવાળું 800 સીસી અને 1.0 લિટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. કંપની અનુસાર નિશ્ચિત સમય સુધી કારનું બુકિંગ કરાવી શકાશે. જોકે બુકિંગ છેલ્લી તારીખની કંપની તરફતી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગળની ગ્રિલ પર સિલ્વર ફિનિશિંગ આપવામાં આવી છે. વ્હીલ કવર, વિંગ મિરર અને રૂફ રેલ્સને લાઈમ કલરમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે તેમાં રિયર પાર્કિંગ સેન્સર લગાવવામાં આવ્યા છે, આ ફીચર હાલના મોડલમાં નથી.
સ્પેશિયલ એડિશન ક્વિડમાં અનેક કોસ્મેટિક ફેરફાર થયા છે જે રેગ્યુલર મોડલથી અલગ બનાવે છે. તેમાં સિલ્વર બ્લેક અને ડાર્ક ગ્રે વાળા સ્ટીર લગાવવામાં આવ્યા છે.
ક્વિડ 0.8 લિટર એસસીઈની કિંમત 2,66,700 રૂપિયા છે. ક્વિડ 1.0 લિટર એસસીઈ એમટીની કિંમત 3,57,900 રૂપિયા છે. જ્યારે ક્વિટ 1.0 લિટર એસસીઈ એએમટીની કિંમત 3,87,900 રૂપિયા છે.
નવી દિલ્હીઃ રેનોએ ક્વિડ હેચબેકનું લિવ ફોર મોર રીલોડેડ એડિસન લોન્ચ કરી છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 2.66 લાખ રૂપિયાથી શરૂ થાય છે જે 3.88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -