Jioની નવી ઓફરને ટક્કર આપવા Idea-Airtelએ રમ્યો નવો દાવ, જાણો શું છે ઓફર
જિયોના પ્લાન્સની વાત કરીએ તો પહેલા જિયો પાસે 199 રૂપિયા, 399 રૂપિયા, 459 રૂપિયા અને 499 રૂપિયાના પ્લાન્સ હતા. હવે આ પ્લાન્સની કિંમત 50 રૂપિયા ઘટાડી દેવાઈ છે. આ સાથે જ રોજ 1.5 જીબી પ્રતિદીન ડેટા માટે પણ નવા 198 રૂપિયા, 398 રૂપિયા, 448 રૂપિયા અને 498 રૂપિયાના પ્લાન્સ રાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ આઈડિયાએ પણ પ્લાન્સની વાત કરીએ તો 449 રૂપિયાના પ્લાનની વેલિડિટી વધારીને 82 દિવસ કરી નાખી છે. જે પહેલા 70 દિવસની હતી. તો હવે 509 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 91 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલ, રોજના 100એસએમએસ અને આઈડિયાની ડિઝિટલ કન્ટેન્ટ એપનો પ્રીમિયમ એક્સેસ આપવામાં આવશે.
એરટેલના 448 રૂપિયાના ટૈરિફ પ્લાનની તો તેમાં 82 દિવસો માટે રોજનું 1GB ડેટા આપવામાં આવી રહ્યો છે. પહેલા તેની વેલિડિટી 70 દિવસની હતી. તો 509 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસથી વધારીને 91 દિવસ કરી દેવામાં આવી છે. તેમાં ડેટાની સાથે અનલિમિડેટ કોલિંગ, રોમિંગ કોલ, રોજના 100 એસએમએસ અને એરટેલ સર્વિસનો પ્રીમિયમ એક્સસ પણ શામેલ છે.
નવી દિલ્હીઃ જિઓએ નવા વર્ષમાં પોતાના પ્લાન્સમાં કેટલાક ફેરફાર કર્યા હતા. તે અંતર્ગત જિઓએ પોતાના પ્લાન્ડમાં ડેટની લિમિટ વધારી હતી. હવે રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે એરટેલ અને આઈડિયાએ પણ પોતાના પ્લાન્સમાં ફેરફાર કર્યા છે. એરટેલ 448 રૂપિયા અને 509 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી વધારી છે. તો બીજી તરફ આઈડિયાએ પણ 449 રૂપિયા અને 509 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી વધારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -