આ કંપની લાવી ધમાકેદાર ઓફર, યૂઝર્સને મળશે 2 જીબી ફ્રી ડેટા
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનલે સ્માર્ટફોન યૂઝર્સ માટે જીએસએમ મોબાઈલ સેવા અંતર્ગત એક નવી ઓફર રજૂ કરી છે જેનો લાભ 5 જાન્યુઆરીથી મળશે. પ્રમોશનલ ઓફર અંતર્ગત બીએસએનએલના નવા ડેટા યૂઝર્સને 2 જીબી ફ્રી ડેટા ઉપલબ્ધ કરાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સત્તાવાર નિવેદનમાં BSNL એ જાણકારી આપતા કહ્યું કે, આ ઓફરનો લોભ લેવા માટે ગ્રાહક પાસે 3G હેન઼્ડસેટ હોવો જરૂરી છે. આ 2GB ડેટાની વેલિડિટી 30 દિવસની રહેશે. જો કે, આ ઓફર માત્ર કંપની સાથે જોડાયેલા ગ્રાહકો માટે છે.
જો કે, આ ઓફર ક્યાં ક્યાં સર્કયુલરમાં વેલિડ છે તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ. તેના પહેલાં પણ BSNL એ આવો પ્લાન સમગ્ર દેશમાં લોન્ચ કર્યો હતો, એટલે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ઓફર સમગ્ર દેશમાં વેલિડ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -