એક વર્ષ પહેલા જ પૂરી થઈ જશે હોમ લોન, નહી ચૂકવવા પડે 12 હપ્તા, એક્સિસ બેંકની સ્કીમ
એટલું જ નહીં જો તમે ખુદ પોતાનું ઘર બનાવવા માગો છો તો પણ આ સ્કીમનો લાભ લઈ શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લેવામાં આવતી હોમ લોન અંતર્ગત પણ આ સ્કીમનો લાભ લઈ શકાય છે. ઉપરાંત અન્ય બેંકની લોનને એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરાવવા પર પણ આ સ્કીમનો લાભ લઈ શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કીમ અંતર્ગત બેંક દર ચોથા વર્ષે તમારા 4 EMI ચૂકવશે અને આ રીતે 20 વર્ષ માટા લીધેલ લોન 19 વર્ષમાં પૂરી થઈ જશે. લોનનો લાભ એવા ઘરને પણ મળશે, જે હાલમાં અન્ડર કન્સ્ટ્રક્શન છે. ઉપરાંત રિસેલ અને પ્લોટની ખરીદી પર પણ આ સ્કીમનો લાભ લઈ શકાય છે.
મુંબઈઃ જો તમે હોન લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશમાં ખાનગી ક્ષેત્રની મોટી બેંક એક્સિસ બેંકે હોમ લોનના ગ્રાહકો માટે શુભ આરંભ નામથી હોમ લોન સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને 12 હપ્તા નહીં ચૂકવવા પડે. જોકે સ્કીમનો લાભ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર જ મળશે. સ્કીમ અંતર્ગત હોમ લોનનો ગાળો ઓછામાં ઓછો 20 વર્ષ માટે હોવો જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -