Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Jio યૂઝર્સને મળી રહી છે શાનદાર ઓફર, આ 4 જગ્યાએ મળે છે કેશબેક
રિલાયન્સ જિઓ પોતાના સબ્સક્રાઈબર્સ માટે ડિસ્કાઉન્ટની અનેક ઓફર લઈને આવ્યું છે. જિઓ યૂઝર્સ અલગ અલગ રિચાર્જ પર સારી કેશબેક ઓફર મેળવી શકે છે. આ ઓફર મેળવવા માટે યૂઝર્સને ઈ-વોલેટ્સથી રિચાર્જ કરાવવું પડશે. આ કેશબેક 300 રૂપિયાથી ઉપરના રિચાર્જ પર મળશે. અમે તમને જણાવીશું કેટલાક એવા પ્લેટફોર્મ કે જ્યાં રિચાર્જ કરવાથી તમને મળશે કેશબેક.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે અમેઝોન પેનો ઉપયોગ કરો છો તો તમે રિલાયન્સ જિયોનું રિચાર્જ કરી શકો છો. આ રિચાર્જ કરવાથી તમને 99 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર 14 ઓગસ્ટથી લઈ 19 ઓગસ્ટ સુધી મળશે.
જો તમે રિલાયન્સ જિયોનું 399 રૂપિયાના પ્લાન માટે મોબીક્લિકનો ઉપયોગ કરી રિચાર્જ કરશો તો તમને 59 રૂપિયા સુધીનું કેશબેક મળશે. જેના માટે તમારે JIOMBK પ્રોમોકોડ એન્ટર કરવાનો રહેશે. જ્યારે બીજી તરફ જે ગ્રાહકો મોબીક્વિકથી પહેલી વખત રિચાર્જ કરી રહ્યા છે એટલે કે નવા યુઝર્સ માટે NEWJIO કોડનો ઉપયોગ કરતા 399 રૂપિયાનું રિચાર્જ કરશો તો તમને 159 રૂપિયાનું કેશબેક મળશે.
ફ્લિપકાર્ટના ફોનપે દ્વારા જો તમે જિયો નંબર પર 300 રૂપિયાથી વધુનું રિચાર્જ કરો તો તમને 75 રૂપિયા કેશબેક મળશે. આ ઓફર માત્ર પ્રીપેડ રિચાર્જ પર મળશે. આ ઓફરનો લાભ 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે મળી શકશે. આ કેશબેક તમારા ફોનપે એકાઉન્ટમાં જમા થશે.
જો તમે પેટીએમથી તમારા રિલાયન્સ જિયો નંબર પર 100 રૂપિયાથી કે તેથી વધુનું રિચાર્જ કરાવો છો તમને ઓછામાં ઓછું 15 રૂપિયા કેશબેક મળશે. જો તમે 300 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવશો તો તમને 76 રૂપિયા સુધીનું કેશબેક મળશે. 24 કલાકની અંદર તમારા પેટીએમ એકાઉન્ટમાં આવી જશે. આ કેશબેક માટે તમારે પેટીએમથી રિચાર્જ કરતી વખતે પ્રોમોકોડમાં PAYTMJIO એન્ટર કરી રિચાર્જ કરવાનું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -