હવે માત્ર 2 રૂપિયામાં મળશે મોબાઈલ ઇન્ટરનેટ, સાર્વજનિક wi-fi હોટસ્પોટ માટે TRAIએ કંપનીઓને આમંત્રિત કરી
આ પ્રોજેક્ટનો હેતું વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (WANI) પર આધારિત ઓપન સિસ્ટમ તૈયાર કરવાની છે, તેના માટે આરજીકર્તાઓ પાસેથી સૂચનો લેવાશે. TRAI બે-ત્રણ દિવસમાં WANI આર્કિટેકચર ડોક્યુમેન્ટ રજૂ કરવા જઇ રહ્યું છે. આ સિસ્ટમથી નાની-નાની દુકાનો પર પણ કંપનીઓ આવા POD બનાવી શકે છે. તેના માટે કોઇ લાઇસન્સની જરૂર તો પડશે નહીં પરંતુ ટેલિકોમ વિભાગની પાસે રજીસ્ટ્રેશન અને યુઝર્સનું e-KYC લેવું જરૂરી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTRAIનું માનવું છે કે આનાથી ભારતાના લોકોને ઇન્ટરનેટ સસ્તામાં અને સરળતાથી ઉપબબ્ધ થશે અને નેટવર્ક પરથી લોડ પણ ઓછો થશે. આ સુવિધા ઉભી કરવાથી એક એરિયામાં ટાવરોની સંખ્યાને પણ મર્યાદિત કરી શકાશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે કંપનીઓને 25મી જુલાઈ સુધીમાં પોતાની ડિટેલ્સ મોકલવાની રહેશે. આ પ્રોજેક્ટ બાદ ભારતમાં વાઇ-ફાઇ હૉટસ્પોટની સંખ્યા 31000 થઇ જશે, જ્યારે અમેરિકામાં તેની સંખ્યા કુલ 10 મિલિયન અને ફ્રાન્સમાં 13 મિલિયન છે.
નવી દિલ્હીઃ દેશમાં ટૂંકમાં જ મોબાઈ ફોન યૂઝર્સને માત્ર શરૂઆતમાં 2 રૂપિયાની સામાન્ય રકમ પર મોબાઈલ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. ટેલીકોમ નિયામક ટ્રાઈ (ભારતીય ટેલીકોમ વિનિયામક પ્રાધિકરણ)એ દેશભરમાં સાર્વજનિક wi-fi હોટસ્ટોપ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. છેવાડા સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની આ પાયલોટ પ્રોજેક્ટ માટે પ્રાઈવેટ કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. આ હોટપ્સોટના માધ્યમથી 2 રૂપિયાની શરૂઆતની કિંમત પર વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વાઇ-ફાઇ હૉટસ્પોટને પબ્લિક ડેટા ઑફિસ (PDO)ના નામથી ઓળખાશે. આ PDO ભારતને ફોનથી જોડતા પીસીઓ બુથની જેવા હશે. શરૂઆતમાં 2 રૂપિયાથી લઇને 20 રૂપિયા સુધીના પ્લાન્સ રખાશે. તેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પોતાના KYC અને વન ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -