બજાજે પ્લેટિનાનું નવું વેરિયન્ટ કર્યું લોન્ચ, આપશે 80 kmp/l ની માઇલેજ
કંપની દ્વારા બાઇકને ફ્રેશ લુક આપવા માટે સ્પોર્ટી અને બોલ્ડ દેખાડવા નવા બોડી ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યા છે. બાઇકમાં ડિસ્કવરવાળું અલોય વ્હીલ મળશે. બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરિંગ 200mm છે.
બજાજની બાઇક તેની માઇલેજ માટે જાણીતી છે. આ બાઇક પેટ્રોલ દીઠ 80 કિલોમીટરની માઇલેજ આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ બજાજે તેની બજેટ બાઇક પ્લેટિનાનું નવું વેરિયન્ટ લોન્ચ કરી દીધું છે. આ બાઇકની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 49,300 રૂપિયા છે. નવી બજાજ પ્લેટિનામાં 110CCનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનનો ઉપયોગ બજાજ ડિસ્કવર 110માં કરવામાં આવે છે. તેનું એન્જિન 8.6બીએચપી પાવર જનરેટ કરે છે.
નવા બજાજ પ્લેટિનામાં સેફ્ટીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ બાઇક કોમ્બી બ્રેકિંગ સિસ્ટમથી લેસ છે. બાઇકમાં બંને તરફ ડ્રમ બ્રેક આપવામાં આવી છે. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક ઓપ્શન આપવામાં આવ્યું છે. બજાજે નવી પ્લેટિનાની સ્ટાઇલિંગમાં કોઇ ફેરફાર કર્યો નથી.