✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું બેંકોની મૂળ રકમ પરત કરવા તૈયાર, પણ વ્યાજ નહીં આપુઃ વિજય માલ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2018 10:38 AM (IST)
1

માલ્યાએ કહ્યું કે, ‘કિંગફિશર એરલાઇન્સના ખોટનું કારણે ATFના ઊંચા ભાવ પણ બન્યા. આ એક શાનદાર એરલાઇન્સ હતી. તેણે ક્રૂડ ઓઇલના 140 ડોલર પ્રતિ બેરલ જેટલા સર્વોચ્ચ ભાવનો પણ સામનો કર્યો હતો. ખોટ વધતી ગઈ, બેંકોના પૈસા તેમાં જતા રહ્યા. મેં બેંકોને 100 ટકા મૂળ રકમ પરત કરવાની ઓફર આપી છે. મહેરબાની કરીને તેનો સ્વીકાર કરો.’

2

તેણે લખ્યું કે, ‘હું ભારતીય બેંકોનું 100 ટકા ઋણ ચુકવવા તૈયાર છું પરંતુ વ્યાજ ન આપી શકું. રાજનેતા અને મીડિયા સતત મને પીએસયુ બેંકોના પૈસા લઈને ભાગી જનારો ડિફોલ્ટર ગણાવ્યો છે. આ બધું જૂઠ્ઠું છે. મારી સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં આ અંગેનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેના પર કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. જે દુઃખદ છે.’

3

દેશ છોડતાં પહેલા માલ્યાએ નાણા મંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, મારી જિનિવામાં એક બેઠક નિર્ધારિત હતી. ભારત છોડતાં પહેલા મેં નાણા મંત્રી સાથે મુલાકાત કરી હતી. બેંકો સાથે સેટલમેન્ટનો પ્રસ્તાવ મેં ફરી આપ્યો હતો. આ સત્ય છે. ભારત સરકાર માલ્યાને સ્વદેશ લાવવાની સતત કોશિશ કરતી રહી છે. હાલ બ્રિટનમાં એક કોર્ટમાં પણ માલ્યાનો કેસ ચાલી રહ્યો છે.

4

નવી દિલ્હીઃ ભારતીય બેંકોને આશરે 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ કહ્યું છે કે તે મૂળ રકમ પરત કરવા તૈયાર છે. હાલ બ્રિટનમાં રહેતા માલ્યાએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા. તેણે કહ્યું કે, ‘ત્રણ દાયકા સુધી સૌથી મોટા લિકર ગ્રુપ કિંગફિશરે ભારતમાં કારોબાર કર્યો. આ દરમિયાન કરોડો રૂપિયાની મદદ કરી. કિંગફિશર એરલાઇન્સ પણ સરકારને પૂરેપુરી ચુકવણી કરી રહી હતી. પરંતુ શાનદાર એરલાઇન્સનો દુઃખદ અંત થયો. તેમ છતાં હું બેંકોની બાકી રકમ ચુકવવા માંગુ છું. મહેરબાની કરીને આ ઓફર સ્વીકારો.’

5

માલ્યા કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.

  • હોમ
  • બિઝનેસ
  • હું બેંકોની મૂળ રકમ પરત કરવા તૈયાર, પણ વ્યાજ નહીં આપુઃ વિજય માલ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.