બજાજ અવેન્જર 150નું પ્રોડક્શન થશે બંધ, જાણો શું છે કારણ
અવેન્જર 220ની જેમ નવી અવેન્જર 180માં પણ એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી નથી. બજાજ ઓટોએ અનેક અપડેટ્સ સાથે ગત મહિને નવી 2018 અવેન્જર સ્ટ્રીટ અને ક્રૂઝર 220 લોન્ચ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની નવી એવેન્જર 180 સ્ટ્રીટમાં પણ 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ એન્જિન લગાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. બજાજ નવી એવેન્જર 180ને આગામી થોડા સપ્તાહમાં લોન્ચ કરી શકે છે.
કંપનીના પ્રેસિડેન્ટ એરિક વાસે કહ્યું કે, હાલ અવેન્જર 150માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ એવેન્જર 180 માર્કેટમાં લોન્ચ કર્યા બાદ 150 સીસી મોડલનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
બજાજ અવેન્જર 180 સ્ટ્રીટમાં કંપનીએ પલ્સર 180માંથી લીધેલું 178.6ccનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવ્યું છે. જે 8500 rpm પર 17 bhp પાવર અને 6500 rpm પર 14.22 Nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે.
નવી દિલ્હીઃ બજાજ ઓટો ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં તેની મોટરસાઇકલ અવેન્જર 150ને નવી અવેન્જર સ્ટ્રીટ 180થી રિપ્લેસ કરનારી છે. ઓનલાઇન લીક થયેલા ફોટામાં બજાજાની અવેન્જર 180 સ્ટ્રીટનો લુક સામે આવ્યો છે. આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 83,987 રૂપિયા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -