RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 7 દિવસમાં બંધ થઈ જશે તમામ મોબાઇલ વોલેટ, જાણો તમારા ખાતાનું શું થશે...
એરટેલ મની, પેટીએમ વગેરે મોબાઈલ વોલેટ સેવા આપતી કંપનીઓ ગ્રાહકોને સમય સમય પર કેવાઈસી પૂરા કરવા માટે સૂચના આપી રહી છે. ગ્રાહકોને પોતાના મોબાઈલ વોલેટને આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરાવવાના રહેશે, આ રીતે કેવાઈસી પૂરું થઈ જશે. ત્યાર બાદ તમારું મોબાઈલ વોલેટ સુરક્ષિત થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સમગ્ર દેશમાં 7 ટકાથી ઓછા મોબાઇલ વોલેટ ઉપભોક્તાઓએ પોતાના કેવાઈસી કંપનીઓને આપ્યા છે. એવામાં દેશમાં 91 ટકાથી વધારે મોબાઈલ વોલેટ એકાઉન્ટ કેવાઈસી વગર જ ચાલી રહ્યા છે. હવે આ 91 ટકા ઉપભોક્તાઓના એકાઉન્ટ બંધ થવાની શક્યતા છે.
રિઝર્વ બેંકે દેશમાં લાઈસન્સ પ્રાપ્ત તમામ મોબાઈલ વોલેટ કંપનીઓને પોતાના ગ્રાહકોના કેવાયસી નિયમ પૂરા કરવા માટે 28 ફેબ્રુઆરી 2018 સુધીનો સમય આપ્યો હતો. મોટાભાગની કંપનીઓએ આરબીઆઈના આ આદેશને અનુસરી નથી. જો ફેબ્રુઆરી સુધીમાં આ આદેશને અનુસરવામાં નહીં આવે તો અનેક કંપનીઓના મોબાઈલ વોલેટ બંધ થઈ જશે.
જો નિયમ પ્રમાણે કરવામાં નહીં આવે તો મોબાઈલ વોલેટ બંધ થઈ જશે. આરબીઆઈના આ આદેશને 1 માર્ચ સુધીમાં પૂરો કરવાનો છે. જો એમ નહીં થાય તો તમારું મોબાઈલ વોલેટ એકાઉન્ટ બંધ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ જો તમે મોબાઈલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને ફટકો પડી શકે છે. રિઝર્વ બેંકે માર્ચથી દેશભરમાં ચાલી રહેલ અનેક મોબાઈલ વોલેટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે મોબાઈલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્ત્વના આદેશને અનુસર્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -