....તો શું 1 જુલાઈથી ખરેખર મોબાઈલ નંબર 10ના બદલે 13 આંકડાનો થઈ જશે? જાણો શું છે હકીકત
આ ડિવાઈસને ઓનલાઈન કનેક્ટ કરવા માટે જે સિમ કાર્ડ વપરાય છે તેને ટેકનિકલ લેંગ્વેજમાં મશીન ટૂ મશીન (M2M) તરીકે ઓળખવામાં આવે છે. જે નંબર 13 આંકડાના થવાની વાત છે તે માત્ર તેને જ લાગુ પડે છે. આ અંગેના BSNLના ડોક્યુમેન્ટમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં જે માહિતી અપાઈ છે, અને તેની સાથે BSNLના ઓર્ડરની જે પીડીએફ ફાઈલ પણ અટેચ કરવામાં આવી છે, તેમાં જે માહિતી છે તેનું ખરેખર તો ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જેના કારણે સામાન્ય લોકોને પણ એમ લાગી રહ્યું છે કે, દેશમાં બધાના મોબાઈલ નંબર 1 જુલાઈથી 13 આંકડાના થવાના શરુ થઈ જશે.
નવી દિલ્હીઃ હાલમાં મોબાઈલ નંબર 13 ડિજિટનો થવાની અટકળો ચાલી રહી છે. કહેવાય છે કે, બીએસએનએલે હાલના મોબાઈલ નંબરને 10ની જગ્યાએ 13 ડિજિટ કરવાનો નિર્ણય કર્યો છે. સરાકરી ટેલીકોમ કંપની દ્વારા સ્ટેહોલ્ડર્સને લખવામાં આવેલ એક પત્રથી આ વાત સ્પષ્ટ થઈ છે. તેમાં બીએસએનએલે કહ્યું છે કે કંપની M2M એટલે કે મશીન-ટૂ-મશીન કોમ્યુનિકેશન માટે 13 ડિજિટ નબરનો ઉપયોગ કરશે. તેને સામાન્ય વ્યક્તિના મોબાઈલ સાથે કોઈ લેવા દેવા નથી.
જોકે, હકીકત એ છે કે, તમારા મોબાઈલ ફોનમાં નહીં, પણ ડેટા કનેક્ટિવિટી પર ચાલતી જે ડિવાઈસ હોય છે, અને તેમાં જે સિમકાર્ડ લાગે છે તેના નંબર 13 આંકડાના થવાના છે. જેની શરુઆત 1 જુલાઈથી થશે, અને 31 ડિસેમ્બર સુધીમાં આવી તમામ ડિવાઈસમાં લાગેલા સિમ કાર્ડના નંબર 13 આંકડાના થઈ જશે. જેનાથી સામાન્ય લોકોને કશીય લેવાદેવા નથી.
વળી, જે m2m નંબર્સ 13 આંકડાના થવાના છે તે પણ હાલ માત્ર બીએસએનએલને જ લાગુ પડે છે. મતલબ કે, જો તમે તમારા બિઝનેસમાં સ્વાઈપ મશીનનો ઉપયોગ કરતા હો અને તેમાં બીએસએનએલનું કાર્ડ લાગેલું હોય તો તેનો જ નંબર 13 આંકડાનો થશે, જો અન્ય કંપનીનું કાર્ડ હોય તો કશો ફરક નહીં પડે.
જોકે લોકોમાં એવી અફવાઈ ફેલાઈ છે કે મોબાઈલ નંબર 13 આંકડાનો થઈ જશે. લોકો આ મેસેજને ધડાધડ શેર પણ કરી રહ્યા છે. જોકે, આ માહિતી સાચી નથી. મોબાઈલ ફોન સિવાય ઈન્ટરનેટ પર ચાલતા અન્ય ડિવાઈઝ જેવી કે સ્વાઈપ મશીન, ઈલેક્ટ્રિસિટી મીટર (ગુજરાતમાં હાલ આવા મીટર ક્યાંય નથી), વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ (કેટલીક કારમાં રહેલા જીપીએસ) માં પણ ઉપયોગમાં લેવાય છે. આ મશીનોમાં જે સીમ કાર્ડ લાગે છે, તેનો પણ એક નંબર હોય છે, જે હાલ 10 આંકડાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -