ભારતની સૌથી સસ્તી કાર Bajaj Qute લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
શકાશે. બજાજ ક્યૂટ હકિકતમાં કાર નથી. તેને થ્રી-વ્હીલર ઓટો રિક્શાનું ફોર-વ્હિલર વર્ઝન કહેવું પણ ખોટું નથી. આકારમાં ટ્રાઈવર સહિત કુલ ચાર લોકો બેસી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બજાજે સૌથી સસ્તી કાર ક્વાડ્રિસાઈકલ સેગમેન્ટની ક્યૂટ કાર મહારાષ્ટ્રમાં લોન્ચ કરી દીધી છે. આ કારને ખૂબજ આકર્ષક બનાવવામાં આવી છે. જેમાં 216.6 CC પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જેને સીએનજીથી પણ ચલાવી શકાશે.
બજાજ ક્યૂટની પેટ્રોલ વર્ઝનની કિંમત 2.48 લાખ રૂપિયાથી અને સીએનજી વર્ઝનની કિંમત 2.78 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. જ્યારે ટાટા નેનોની કિંમત 2.26 લાખ રૂપિયાથી લઈને 3.20 લાખ રૂપિયા છે. કિંમત મામલે આ કાર ટાટા નેનો કરતા પણ સસ્તી હશે.
પેટ્રોલ મોડમાં આ કાર 13 પીએસનો પાવર અને 18.9 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે સીએનજી મોડમાં 10.98 પીએસનો પાવર અને 16.1 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં મોટરસાઈકલની જેમ 5-સ્પીડ સિક્વેંશલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. કારનું વજન 451 એનએમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -