PHOTOS: ભારતમાં ટૂંકમાં લોન્ચ થશે બજાજની આ સૌથી સસ્તી કાર, જાણો કેટલી હશે કિંમત અને માઈલેજ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઈલેજની રીતે આ કાર ખુબ જ સારી છે. કંપનીનો દાવો છે કે આ કાર 32 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે. જોકે આ માટેની શરત એ છે કે કારને સ્ટાન્ડર્ડ કન્ડીશન્સ પર ડ્રાઈવ કરવામાં આવી રહી હોય. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
આ એન્જિનને 5 સ્પીડ સીક્વેન્શલ ગિયરબોકસ સાથે લેન્સ કરવામાં આવી છે. મેક્સિમમ સ્પીડની વાત કરવામાં આવે તો તે અધિકતમ 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે.
બજાજ ક્વીટ 216.6 સીસીની સિંગલ સિલિન્ડર ફ્યુઅલ ઈજેકટેડ, વોટર કુલ્ડ, ડિજિટલ ટ્રાઈ સ્પાર્ક ઈગ્નિશ, 4 વોલ્વો પેટ્રોલ એન્જિન લાગેલું છે. તે વધુમાં વધુ 13 બીએચપીનો પાવર અને 20 ન્યુટન મીટરનું ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
બજાજ ક્યુટ કારની લંબાઈ 2752 એમએમ, પહોંળાઈ 1312 એમએમ, હાઈટ 652 એમએમ અને વીલબેસ 1952 એમએમ છે. આ કારમાં 3.5 મીટરનું ટર્નિંગ સર્કલ રેડિયસ છે અને તેમાં એક સમયે 4 લોકો બેસી શકે છે.
નવી દિલ્હીઃ બજાજ ટૂંકમાં ભારતમાં પોતાની નવી કાર Qute quadricycle લોન્ચ કરી શકે છે. આ કંપનીની સૌથી નાની અને સસ્તી કાર છે. તને વિતેલા મહિને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં જ Qute quadricycle ગુજરાતના એક શોરૂમમાં જોવા મળી હતી. મીડિયા અહેવાલ અનુસાર Qute quadricycle ભારતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે કંપની તરફથી લોન્ચિંગ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
કંપનીનો દાવો છે કે બજાજ ક્યુટને ઈન્ટરનેશનલ માર્કેટમાં ખુબ જ સારો રિસપોન્સ મળ્યો છે. ભારતમાં નાની કારોની ખાસ ડિમાન્ડ રહે છે. તેને જોતા બજાજે હવે તેને ભારતમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં જો આ કાર લોન્ચ થશે તો તેની કિંમત 1 લાખ 20 હજાર એક્સ શોરૂમની આસપાસ હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -