5 લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર
નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩ લાખને બદલે પ લાખની લીમીટ નક્કી કરવા નિર્ણય લેવાયો છે. સરકારનો પ્રયાસ છે કે એવા તમામ રસ્તા બંધ કરી દેવા જેનાથી બ્લેકમનીને સફેદ બનાવવાનું સરળ થઇ જાય. હવે સરકારનુ પગલુ કેશ મનીના લેવડદેવડ ઉપર અંકુશ લગાવવાનુ છે. નવા-નવા પગલાઓ લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસુલ સચિવ હસમુખ અઢીયાએ જણાવ્યુ છે કે, ૧૦૦૦ અને પ૦૦ની નોટ બાદ હવે અનેક ફોલોઅપ પગલા લેવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે કાળા નાણા પર સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુકત એસઆઇટીએ પણ ૩ લાખથી વધુની રોકડ રકમ કેશમાં જમા કરાવવા ઉપર રોકની સલાહ આપી હતી. આ લીમીટનો હેતુ લોકોને ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ચેક, ડીડી વગેરે માટે પ્રેરિત કરવાનો છે. સરકાર એસઆઇટીની ભલામણોને લાગુ કરવા, ફોરેન બ્લેકમની લોનો અમલ કરવા, જુની નોટો બંધ કરવા વગેરે પગલા લઇ ચુકી છે. લોકોએ વધુ મોબાઇલ વોલેટ અને પ્લાસ્ટીક મનીનો ઉપયોગ કરવો જોઇએ.
નવી દિલ્હી: 500 અને 1000ની નોટો બંધ કર્યા બાદ હવે સરકાર કાળા નાણાં પર ગાળીયો વધુ મજબૂત કરવા આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર કાળા નાણાં પર અંકુશ લાવવા માટે સરકાર અનેક કડક પગલા લેવાની તૈયારી કરી રહી છે. જેમાં એક મર્યાદાથી વધારે રકમની રોકડ લેવડ દેવડ ઉપર પ્રતિબંધ લગાવવાનો સમાવેશ થાય છે. કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે સરકાર 5 લાખથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ મુકે તેવી શક્યતા જણાઈ રહી છે એટલે કે કોઈપણ વ્યક્તિ રૂપિયા 5 લાખ સુધી રોકડમાં લેવડ દેવડ કરી શકશે. 5 લાખથી વધારેની લેવડ દેવડ રોકમાં થઈ શકશે નહીં. માટે વધારે રકમની લેવડ દેવડ માટેચેક, ટ્રાવેલ ચેક, ડીડી કે અન્ય રીતે કરવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -