ખાડા ભરવાના કામમાં આવશે 500 અને 1000ની જૂની નોટ, જાણો શું હશે સંપૂર્ણ પ્રક્રિયા
2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
ત્યાર બાદ તેને ગરમ કરીને ઈંટના આકારમાં ફેરવવામાં આવશે. ત્યાર બાદ તેને લેન્ડ ફીલિંગ (ખાડા ભરવા) કરનારા કોન્ટ્રાક્ટરોનો આપવામાં આવશે. માર્ચ 2016 સુધી દેશભરમાં 500ની અંદાજે 1570 કરોડ નોટ ચલણમાં હતી. જ્યારે 1000ની અંદાજે 632 કરોડ નોટ ચલણમાં હતી.
આરબીઆઈના એક અધિકારીએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે, આરબીઆઈ પાસે અનેક ટ્રક ભરેલ નોટો છે. આ નોટોના પહેલા ટુકડા કરવામાં આવશે. અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે, આ નોટોના એવી રીતે ટુકડા કરવામાં આવશે કે તેને ફરીથી જોડી ન શકાય.
મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 કલાકથી 500 અને 1000ની તમામ જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સામાન્ય લોકોની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પણ જૂની નોટોને લઈને ચિંતા થઈરહી છે. આરબીઆઈ પાસે પહેલેથી જ પડેલ નોટો ઉપરાંત કરોડો લોકો દ્વારા પરત કરવામાં આવનારી જૂની નોટનો નાશ કરવાની જવાદારી તેની પાસે છે. સામાન્ય લોકો 30 ડિસેમ્બર સુધી જૂની 500 અને 1000ની નોટ બેંકો અને પોસ્ટ ઓફિસમાં જઈને બદલાવી શકે છે. જ્યારે આરબીઆઈએ 500 અને 1000 રૂપિયાની નોટોનો નાશ કરવાની યોજના બનાવી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -