બીજાના ખાતામાં રોકડા જમા કરાવ્યા તો મર્યા સમજો, જાણો કેટલી સજા થઈ શકે છે?
નવી દિલ્હીઃ પોતાની બિનહિસાબી રોકડને કોઈને બેંક ખાતામાં જમા કરાવનારાઓને આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, આવા કિસ્સામાં નવા બેનામી ટ્રાન્ઝેક્શન કાયદા હેઠલ પગલાં લેવામાં આવશે. આ કાયદા હેઠળ બેનામી વ્યવહાર કરનારને દંડ અને વધુમાં વદુ સાત વર્ષની સજા કરવાની જોગવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂની નોટના બદલામાં નવી નોટ વટાવવાના શંકાસ્પદ કેસ પકડી પાડવા આવકવેરા વિભાગે ૮૦ જેટલા સર્વે કર્યા હતા અને ૩૦ જેટલા સર્ચ હાથ ધર્યા હતા, જેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી આવક માલૂમ પડી છે.
૮ નવેમ્બરથી શરૂ થયેલા આ ઓપરેશનમાં દેશભરમાંથી ૫૦ કરોડ રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. સ્થાવર અને જંગમ બન્ને મિલકત પર લાગુ થતો આ કાયદો ૧ નવેમ્બરથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત રકમ જમા કરાવનારી વ્યક્તિ અને જે વ્યક્તિની ગેરકાયદેસર સંપત્તિ ખાતેદારે તેના એકાઉન્ટમાં એડજસ્ટ કરી હોય તે બન્નેને ગુનેગાર ઠરાવાશે અને સંપત્તિ પણ જપ્ત થઈ જશે.
ચેતવણી આપતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બીજાની બિનહિસાબી રોકડ પોતાના ખાતામાં જમા કરનાર કે પચી જે વ્યક્તિની રોકડ ગેરકાયદે જમા થઈ હશે તે બન્ને સામે કાયદેસરની કામગીરી હાથ ધરીને વિભાગ રકમ જપ્ત કરી શકસે. સીબીડીટીએ આવા વ્યવહારો પર નજર રાખવા આવકવેરા વિભાગને સૂચના આપી છે. બીજાના ખાતામાં બિનહિસાબી રોકડ જમા કરાવનારને લાભાર્થી અને જેના ખાતામાં રોકડ જમા થઈ હશે તેને કાયદા પ્રમાણે બેનામીદાર જાહેર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -