✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું 20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ? જાણો શું છે સત્ય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2018 07:36 AM (IST)
1

કઇ સર્વિસ માટે કેટલો લાગશે ચાર્જઃ સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર ઉપાડવા હશે તો : 10 રૂપિયા - એકથી વધારે ચેક ક્લિયરન્સ પર : 10 રૂપિયા - એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેક્શન પર : 10 રૂપિયા - સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : 50 રૂપિયા - મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : 25 રૂપિયા - ડુપ્લીકેટ પાસબુકઃ 50 રૂપિયા - નવી ચેકબુક માટેઃ 25 રૂપિયા - પાસબુક અપડેટઃ 10 રૂપિયા - સ્ટેટમેન્ટ લેવા માટેઃ 25 રૂપિયા - પિન અને પાસવર્ડ નંબરઃ 10 રૂપિયા - ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ 25 રૂપિયા

2

આ સર્વિસ પર લાગશે ચાર્જઃ રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર - મોબાઇલ નંબર બદલાવવા પર - કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો - નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર

3

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી તમામ બેંક જે સેવાઓ ફ્રીમાં આપી રહી છે તે 20 જાન્યુઆરીથી ચાર્જેબલ થઈ જશે. પછી તે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનું હોય કે પછી નવો પાસવર્ડ લેવાનું હોય, દરેક વસ્તુ માટે બેંક તમારી પાસેથી રૂપિયા વસુલશે અને તે પણ જીએસટી સાથે.

4

સોશિયલ મીડિયામાં કરવામાં આવેલ દાવા અનુસાર રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે. ખાસ વાત તો એ છે કે બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી.

5

આમ તો બેંકમાં થઇ રહેલા આ બદલાવને લીધે દરેકને અસર પહોંચશે પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સરકાર પહેલા જ જીએસટીનો બોજ વેપારીઓ પર નાખી ચૂકી છે હવે બેન્કિંગ પર પણ અલગથી ચાર્જ લગાવવામાં આવશે તે અમારી પર ખૂબ જ ભાર આવી જશે.

6

જોકે આ વાયરલ મેસેજ અંગે એબીપી ન્યૂઝે તપાસ કરી તો જાણવા મળ્યું કે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આ પ્રસ્તાવિત ચાર્જીસની વિગતો આપી છે. અને તેને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવા દેવા નથી. બેંક ઓફ ઇન્ડિયા 20 જાન્યુઆરીથી તમામ સેવાઓ પર ચાર્જ વસુલશે. સુવિધાઓ પર નવા ચાર્જીસને લઈને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવાદેવા નથી. હાલમાં તમારી બેંક તમારી પાસેથી જે ચાર્જ વુસલે છે એજ ચાર્જ વસુલશે વધારાનો કોઈ ચાર્જ નહીં વસુલે.

  • હોમ
  • બિઝનેસ
  • શું 20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ? જાણો શું છે સત્ય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.