અહીં આજે પણ ચાલે છે 500-1000ની જૂની નોટો!
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક પત્રકારને આવી જ રીતે એક કસીનોની મુલાકાત લેવા પર બિહારના નેતા પોતાના સાથીદારો સાથે દેખાયા. તે કસીનોમાં રમતા થોડા જ કલાકોમાં 3 લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. તેમણે પોતાના ડ્રાઈવર પાસેથી ભારતીય નોટો મંગાવી અને કસીનોને આપી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે નેપાળમાં આ નોટોને ત્યારે જ બદલી શકાય છે જ્યારે તેના બદલે કોઈ કાઠમાંડૂના કસીનોમાં મોટી રકમ લગાવે. જૂની ભારતીય નોટો વડે કસીનોમાં ટોકન ખરીદી શકાય છે. આ ટોકનથી વ્યક્તિ પર્યટક કસીનોમાં રમીને નેપાળી કરન્સી કમાઈ શકે છે. આ પ્રક્રિયા સમગ્ર રીતે કાનૂની છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરી દેશભરમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો અને આ નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. નોટબંધી બાદથી 500 અને 1000 રૂપિયાની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ થઈ ગયો પરંતુ પાડોશી દેશ નેપાળમાં એક વખત ફરી આ અમાન્ય નોટોની વાપસી થઈ રહી છે. નેપાળના કસીનોમાં ભારતમાં બંધ થઈ ગયેલ 500 અને 1000 રૂપિયાની નોટ ચાલી રહી છે.
ભારત અને નેપાળની સૌથી મોટી બેન્કો, નેપાળ રાષ્ટ્ર બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી જુની ભારતીય નોટોને બદલવા પર કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે નેપાળના કસીનોમાં હજુ પણ 500 અને 1000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભારતીય પર્યટક નેપાળના કસીનોમાં આ નોટો સાથે થાય છે. ત્યાં 500ની નવી નોટ આપવા પર 800 નેપાળી રૂપિયા મળી જાય છે અને 500ની જૂની નોટ આપવા પર 400 નેપાળી નોટ મળી જાય છે. કસીનો અને ડાંસ બારમાં જૂની ભારતીય કરન્સી નોટોને સરળતાથી બદલી શકાય છે. કાઠમાંડૂમાંજ બે હજારથી વધારે કાનૂની અને ગેરકાનૂની ડાંસ બાર્સ ચાલે છે.
આ સમગ્ર જાણકારીથી આ સવાલ ઉઠે છે કે આ કસીનો જૂની ભારતીય કરન્સીનું શું કરશે? એક કસીનો માલિકે જણાવ્યું કે ભારત સરકારે નેપાળમાંથી ભારતીય કરન્સી પાછી લીધી નથી. જ્યારે ભારત આ નોટ માંગશે ત્યારે કસીનો પાસે જમા રકમ પણ નેપાળ ભારતને પરત કરી દેશે. તેનાથી નેપાળની પ્રાઈવેટ બેન્કમાં ખૂબ પૈસાની કમાણી થશે. ભારતીય રિઝર્વ બેન્ક મુજબ રદ કરેલી નોટોમાંથી 15.28 લાખ કરોડની કિંમતની નોટો પાછી આવી ચૂકી છે. તેમાંથી નેપાળમાં ચાલી રહેલી નોટ્સ શામેલ છે કે નહીં, આ વાતની જાણકારી હજુ લગાવવાની બાકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -