✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંક યૂનિયનની હડતાળને કારણે મંગળવારે પ્રભાવિત થઈ શકે છે બેન્કિંગ સેવાઓ, ખાનગી બેંક ચાલુ રહેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Aug 2017 07:55 AM (IST)
1

તેમણે કહ્યું હતું કે, યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓનો ઉકેલ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે પરંતુ પરિણામો મળ્યા નથી જેના લીધે હવે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને ૨૨મી ઓગસ્ટના દિવસે હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ સેવા ખોરવાઈ જાય તેવી શક્યતા છે. યુએફબીયુ ૧૦ લાખ બેંકોની મેમ્બરશીપ ધરાવતી હોવાનો દાવો કર્યો છે.

2

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ યુનિયનોની છત્ર સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ યુનિયનો હડતાળ ઉપર જવાના છે. ચીફ લેબર કમિશનર સાથેની તેમની મિટિંગ ફ્લોપ થઇ છે જેના પરિણામ સ્વરૂપે હડતાળ ઉપર જવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ રહ્યો નથી. એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કો દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી.

3

નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં મંગળવારે એટલે કે આવતીકાલે હડતાળને કારણે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સરકારના મર્જરના નિર્ણય અને કેટલીક અન્ય માગને લઈને યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU)ના નેજા હેઠળ તમામ બેંક યૂનિયનોએ 22 ઓગસ્ટના રોજ હડતાળ પર જવાનું આહ્વાન કર્યું છે. જોકે, ખાનગી ક્ષેત્રની બેંકોનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ બેંકોમાં ચેક ક્લિઅરન્સમાં વિલંબ થઈ શકે છે.

  • હોમ
  • બિઝનેસ
  • બેંક યૂનિયનની હડતાળને કારણે મંગળવારે પ્રભાવિત થઈ શકે છે બેન્કિંગ સેવાઓ, ખાનગી બેંક ચાલુ રહેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.