રેલવેએ તત્કાલ ટિકિટના નિયમમાં કર્યો ફેરફાર, એપ પરથી બુકિંગ કરવા પર થશે ફાયદો
આ કેટેગરી માટે પહેલાંની જેમ સવારે 10થી 11 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક કરવામાં આવશે. નોન એસી કેટેગરી માટે સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક થશે. હાલના સમયમાં IRCTC દ્વારા તત્કાલ કોટાની પસંદગી કર્યા પહેલાં પેસેન્જર્સને સમાન્ય બુકીંગની સલાહ આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધી તમામ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. રેલ મંત્રાલયના એક ઓફિસરનું કહેવું છે કે આ યોજન સફળ થશે તો કુલ ટિકિટોના 20% સુધી મોબાઈલ એપ માટે છોડવામાં આવશે. મોબાઈલ એપથી તત્કાલ કોટાની ટિકિટ ખરીદનાર પેસેન્જર્સમાંથી ઓછામાં એક પાસે આઈડેન્ટિટીનો નંબર ટિકિટ પર લખવામાં આવશે. સાથે જ પેસેન્જરને ઓરિજનલ ઓળખ કાર્ડ યાત્રા દરમિયાન સાથે રાખવું જરૂરી રહેશે. આવું ન કરવાથી દંડ વસૂલવામાં આવશે.
નવી દિલ્હીઃ અત્યાર સુધી તત્કાલ ટિકિટનું બુકિંગ ટ્રેન હોય તેના બે દિવસ પહેલા જ કરી શકાતું હતું પરંતુ હવે તત્કાલ ટિકિટનું બુકિંગ એક દિવસ પહેલા પણ કરાવી શકાશે. આ સુવિધા માત્ર આઈઆરસીટીસીની મોબાઈલ એપ પર જ મળશે. આ સુવિધા માટે તત્કાલ કોટાની 13 ટકા સીટ રિઝર્વ રાખવામાં આવશે. આ સુવિધાને લઈને શનિવારથી કેટલીક ટ્રેનોમાં ટ્રાઈલ પણ શરૂ કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -