ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
નવી દિલ્લી: આજે દુનિયમાં અનેક કામમાં ભારતીય અને ભારતીય મૂળના લોકોનો દબદબો છે. છેલ્લા એક દાયકાથી ભારતીય તકનીકની દુનિયામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. દુનિયાની મોટી મોટી ટેકનોલૉજી કંપનિઓમાં ભારતીય ઈન્જીનિયરોની મોટું યોગદાન છે. અહીં અનેક કંપનિઓ ભારતીય જ ચલાવી રહ્યા છે. અહીં તમને સાત CEO વિશે જણાવી રહ્યા છે જેને જાણીને તમને પણ ગર્વ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર પ્રદેશના આગરામાં જન્મેલા દિનેશ પલિવાલ પણ આજે હરમન ઈન્ટરનેશનલના સીઈઓ છે. તેમણે પણ એન્જીનિયરિંગ આઈઆઈટી રુડકીથી એન્જીનિયરિંગ કર્યું છે.
જૉર્જ કુરિયન આજકાલ ડેટા મેનેજમેન્ટ કંપની નેટએપના સીઈઓ છે. આ કંપની પહેલા તેઓ સિસકો સિસ્ટમ્સના વાઈસ પ્રેસીડેન્ડ હતા. કુરિયન કેરલના કોટ્ટ્યમ જિલ્લામાં જનમ્યા હતા અને તેમણે આઈઆઈટી મદ્રાસથી એન્જીનિયરિંગ કર્યું હતું.
હૈદરાબાદમાં જન્મેલા શાંતનુએ 1998માં સીનિયર વાઈસ પ્રેસીડેન્ડના રૂપમાં ઍડોબ(Adobe Systems) જોઈન કર્યું હતું અને ત્યારબાદ તે 2007માં સીઈઓના પદ સુધી પહોંચ્યા હતા.
22 વર્ષથી માઈક્રોસોફ્ટને સેવા આપી રહેલા સત્યા નડેલાને 2014માં માઈક્રોસૉફ્ટના સીઈઓ તરીક નિયુક્ત કરવામાં આવ્યા હતા. નડેલાનો જન્મ હૈદરાબાદમાં થયો છે અને અભ્યાસ મણિપાલ યૂનિવર્સિટીમાંથી કર્યો છે.
બિહારના ભાગલપુરમાં જન્મેલા સંજય ઝા આજે ગ્લોબલ ફાઉંડ્રીસ (Global Foundries) નામની મોબાઈલ કંપનીના સીઈઓ છે. તેના પહેલા તેઓ મોટ્રોલા મોબાઈલના સીઈઓ રહી ચુક્યા છે
રાજીવ સૂરીએ 1995માં નોકિયા જોઈન કર્યું હતું અને આજે તે નોકિયાના સીઈઓ છે. રાજીવનો જન્મ સત્યા નડેલાની જેમ ભારતમાં થયો હતો. તેનું જન્મસ્થળ ભોપાલ છે. તેમણે પણ મણિપાલ યૂનિવર્સિટીથી બીટેક કર્યું છે.
સુંદર પિચાઈ ઈન્ટરનેટની સૌથી મોટી કંપની ગૂગલના સીઈઓ છે. પિચાઈ તમિલનાડુના ચેન્નઈ શહેરમાં જનમ્યા હતા અને આઈઆઈટી ગોરખપુરમાં બીટેક કર્યું. ગૂગલના સીઈઓ બનતા પહેલા તે એક પ્રોડક્ટ હેડ તરીકે કાર્યરત હતા. તેમણે ગૂગલ ક્રોમ જેવા અનેક પ્રોડક્ટ લૉન્ચ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -