✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંકિંગ સેવા બનશે મોંઘીઃ ATMમાં લિમિટથી વધારે વખત ઉપાડશો કેશ તો આપવો પડશે GST

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jun 2018 04:56 PM (IST)
1

ટેક્સ વિભાગના સવાલ-જવાબ મુજબ જો બેંક તેના ગ્રાહકોને કોઈપણ સેવા માટે સર્વિસ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપે તો આવી સ્થિતિમાં કુલ સર્વિસ ચાર્જથી ડિસ્કાઉન્ટને બાદ કરીને જીએસટી વસૂલાશે. આ ફેંસલાના કારણે બેંક દ્વારા કસ્ટમર કેર, બ્રાંચ વિઝિટ, બેંક ડ્રાફ્ટ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ માટે જીએસટી આપવો પડશે.

2

ટેક્સ વિભાગની સ્પષ્ટતા બાદ ગ્રાહકોને પ્રતિ મહિને બેંકો દ્વારા 3-5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તેના પર કોઈ પ્રકારનો જીએસટી નહીં લાગે. ઉપરાંત ગ્રાહકોને બેંકોમાંથી મળતી ફ્રી ચેકબુક કે ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર જીએસટી નહીં લાગે. પરંતુ ફ્રી સુવિધા સિવાય નવી ચેકબુક કે સ્ટેટમેન્ટ મેળવવા પર જીએસટી આપવો પડશે.

3

આ ઉપરાંત ફ્રીમાં આપવામાં આવતી સેવાઓ ઉપરાંત વધારાની તમામ સેવાઓ પર જીએસટી લગાવાશે. કહેવાનો અર્થ છે કે જો એટીએમની ફ્રી લિમિટની સમાપ્ત થયા બાદ પણ જો ઉપાડ કરશો તો તેના પર જીએસટી આપવો પડશે.

4

નવી દિલ્હીઃ દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ જેવીકે ATM, ચેકબુક કે સ્ટેટમેન્ટ વગેરે પર જીએસટી નહીં લાગે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેઝ એન્ડ કસ્ટમે સવાલ-જવાબ તરીકે જાહેર કરી છે. ટેક્સ વિભાગનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડનું બાકી પેમેન્ટ મોડું કરવું અથવા ઈએમઆઈ ચૂકવણીમાં નિષ્ફળ રહેવા પર બેંક જીએસટી વસૂલશે.

5

નાંણા મંત્રાલયના બે વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂની ફ્રી સેવાઓ પર જીએસટી લગાવવાને અલગ-અલગ મત સામે આવ્યા બાદ બેંકિંગ સેવા પર જીએસટીનો આ વિવાદ સામે આવ્યો હતો. જે બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ અને કસ્ટમે સવાલ-જવાબ જાહેર કરીને બેંકો અને ગ્રાહકો માટે આ મામલાને પૂરી રીતે સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.

  • હોમ
  • બિઝનેસ
  • બેંકિંગ સેવા બનશે મોંઘીઃ ATMમાં લિમિટથી વધારે વખત ઉપાડશો કેશ તો આપવો પડશે GST
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.