નોટ પર હોળીનો રંગ લાગશે તો થશે ભારે નુકસાન, બેંકો નહીં લે 500-2000ની નોટ
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 500 અને 2000 રૂપિયાની નવી નોટનો સ્વચ્છ રાખવા માટે ક્લીન નોટ પોલિસી જારી કરી છે. તે અંતર્ગત પેનથી લખેલ, રંગ લાગેલ અને ખરાબ નોટને બેંક સ્વીકારશે નહીં. એવામાં આ હોળીમાં રંગથી રમતા પહેલા ખિસ્સા જરૂર તપાસી લેવા નહીં તો નુકસાન થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંજોગોમાં આવી રહેલા હોળીનો તહેવાર ઘણી સાવધાનીથી મનાવવો અત્યંત આવશ્યક છે. મીડિયા અહેવાલ અનુસાર રૂપિયા ૫૦૦ કે ૨૦૦૦ની નોટમાં ભૂલથી પણ હોળી-ધૂળેટીનો કોઈ રંગ લાગી જશે તો એ નોટો નકકામી બની જશે. માટે જયારે હોળી રમવા જાવ ત્યારે ખિસ્સામાંથી ચલણી નોટો કાઢીને અથવા સલામત સ્થળે મૂકીને જવામાં જ હિતાવહ છે.
મહત્ત્વપૂર્ણ છે કે, નોટબંધી પછી રિઝર્વ બેન્કે નવી ચલણી નોટોને સાફ-સૂથરી રાખવા 'કિલન નોટ પોલિસી' જાહેર કરી છે. આ પોલિસી હેઠળ પેનથી લખાણ લખેલી કે રંગોમાં રંગાયેલી 'ગંદી' નોટોનો હવે બેન્કમાં સ્વીકાર કરવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ સીએનટી અર્થાત્ કિલન નોટ પોલિસી જાહેર કરી છે. બજારમાં સ્વચ્છ મુદ્દ્રાનું ચલણ રહે તે આ પોલિસીનો મુખ્ય ઉદેશ છે. રિઝર્વ બેંકે તમામ બેન્કોને આ પોલિસીનો મુખ્ય ઉદેશ છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોથી આ પોલિસીની માર્ગદર્શિકા મોકલી તમામ નિયમોનું કડકપણે પાલન કરવા પણ કહ્યું છે.
આ પોલિસી હેઠળ હવે કોઈપણ બેન્ક ૫૦૦-૨૦૦૦ની એવી કોઈ નોટનો સ્વીકાર નહીં કરે જેની ઉપર પેનથી કશુંક લખાયેલુ હશે યા તો કોઈપણ રંગથી રંગાયેલી હશે. વાસ્તે, હોળી-ધૂળેટીમાં રંગે રમવામાં ખાસ કાળજી લેવી આવશ્યક છે અન્યથા રંગમાં ભંગ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -