RBI ટૂંકમાં જારી કરશે હાઈ સિક્યૂરિટીવાળી 10 રૂપિયાની નવી નોટ, જાણો જૂની નોટનું શું થશે
સુપ્રીમ કોર્ટેમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દેશના પ્રધાનમંત્રી અને આરબીઆઈએ જાહેરાત કરી હતી કે જે લોકો કોઈપણ કારણોસર 31 ડિસેમ્બર 2016 સુધી જૂની 500 અને 1000ની નોટ જમા ન કરાવી શકે તો તે 31 માર્ચ 2017 સુધી આરબીઆઈની શાખાઓમાં પોતાની જૂની નોટ જમા કરાવી શકશે. પરંતુ બાદમાં આરબીઆઈએ આ છૂટ માત્ર એનઆરઆઈ માટે જ મર્યાદિત કરી દીધી હતી. આ લોકો માટે તેને બંધ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકાર અને આરબીઆઈ આજે સુપ્રીમ કોર્ટમાં વચન અનુસાર લોકોને 31 માર્ચ સુધી જૂની નોટ જમા કરાવવાની મંજૂરી શા માટે નથી આપે તેના પર જવાબ આપશે. એક અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને આ મામલે નોટિસ ફટકારી હતી.
10 રૂપિયાની નવી નોટ પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. નોટની બીજી બાજુ 2017 છપાયેલ હશે. અન્ય ફીચર્સમાં બન્ને પેનલમાં ડાબેથી જમણી બાજુ આંકડા ચડતા ક્રમમાં લખેલ હશે. પ્રથમ ત્રણ આલ્ફા-ન્યૂમેરિક શબ્દ (ઉપસર્ગ) એક જ આકારમાં બનેલ રહેશે. આરબીઆઈએ એક નોટિફિકેસનમાં જણાવ્યું કે, બેંક દ્વારા જારી કરવામાં આવેલ જૂની 10 રૂપિયાની નોટ પહેલાની જેમ જ માન્ય રહેશે.
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંકમાં જ 10 રૂપિયાની નવી નોટ જારી કરશે. તેમાં સુરક્ષા માટે અનેક નવા ફીચર્સ જોડવમાં આવશે. રિઝર્વ બેંકે ગુરુવારે કહ્યું કે, મહાત્મા ગાંધી શ્રેણી-2005ની બેંક નોટમાં બન્ને નંબર પેનલમાં એલ અક્ષર સામલે કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -