✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ પંપ પર કાર્ડથી ચૂકવણી પર ગ્રાહકોએ નહીં આપવો પડે કોઈ ચાર્જ, બેંક અને ઓઈલ કંપની વહન કરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2017 07:40 AM (IST)
1

પ્રધાને કહ્યું કે, બેંક અને ઓઈલ કંપનીઓ વિચાર વિમર્સ કરી રહી છે કે આ ચાર્જને કોણ અને કેટલા ભાગે વહન કરશે. મંત્રીએ કહ્યું કે, એમડીઆર ચાર્જ આરબીઆઈના 16 ડિસેમ્બરના દિશા-નિર્દેશો અનુસાર જ લગાવવામાં આવશે.

2

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ પંપો પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ બેંક અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વહન કરશે.

3

આ નિર્ણય સ્પષ્ટ છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો ભાર ગ્રાહકો પર નહીં નાંખવામાં આવે. તેની સાથે જ પેટ્રોલ પંપ પણ તેની હદમાં નહીં આવે. હવે તે બેંકો અને ઓઈલ માર્કેટ કંપની પર નિર્ભર છે કે તે કેવી રીતે આ ભાર વહન કરશે.

4

આ મુદ્દે નાણાંકીય સેવા વિભાગે એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ એક વેપારી નિર્ણય છે અને બેંકો અને ઓઈલ કંપનીઓએ જ તેનો નિવેડો લાવવાનો છે. એમડીઆર એક ચાર્જ છે, જે બેં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ચૂકવણી પર મર્ચન્ટ પર લાગે છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી વસુલવામાં આવે છે પરંતુ નોટબંધી બાદ સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે તેને 30 ડિસેમ્બર 2016 સુધી માફી આપી હતી.

5

ત્યાર બાદ બેંકોએ એમડીઆરનો ભાર પેટ્રોલ પંપ સંચાલકો પર નાંખાનો નિર્ણય કર્યો, કારણ કે સરકારના આદેશને કારણે કાર્ડ દ્વારા પેમેન્ટ કરનાર ગ્રાહકો પર કોઈ ભાર ન નાંખી શકાય. પેટ્રોલ પંપ માલિકોએ ધમકી આપી હતી કે કાર્ડથી પેમેન્ટ લંવાનં બંધ કરશે, ત્યાર બાદ સરકારે સમજૂતીનો રસ્તો કાઢ્યો.

  • હોમ
  • બિઝનેસ
  • પેટ્રોલ પંપ પર કાર્ડથી ચૂકવણી પર ગ્રાહકોએ નહીં આપવો પડે કોઈ ચાર્જ, બેંક અને ઓઈલ કંપની વહન કરશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.