20 જાન્યુઆરીથી બેન્કની આ સર્વિસ થશે મોંઘી, જાણો વિગતે
20 જાન્યુઆરીથી બધી જ બેન્કો અને શાખાઓ ઉપાડ, જમા, મોબાઈલ નંબરમાં ફેરફાર, કેવાયસી, સરનામામાં ફેરફાર, નેટ બેન્કિંગ તથા ચેક બુક માટેની અરજી સહિતની બધી જ સેવાઓ માટે પૈસા લેવાનું શરૂ કરનાર છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કરોએ આ પગલાંને યોગ્ય ઠરાવતાં જણાવ્યું હતું કે આ પગલાંથી ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન મળશે. સમય જતાં ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ નામશેષ થઈ જશે. એટીએમઅને કિયોસ્ટ મશીનમાં પાસબુક ભરાવવી અને નાણાંની લેવડદેવડ હજુ પણ વિનામુલ્ય થઈ શકે છે.
નવી દિલ્હીઃ બેન્કોની કોઈ પણ શાખામાં 20 જાન્યુઆરીથી પ્રવેશ મોંઘો પડશે. ખાનગી જ નહીં સરકારી બેન્કોની બધી જ શાખાઓ હવે ડગલેને પગલે ચાર્જ વસુલ કરનાર છે. હવે કોઈ પણ સેવા મફત મળે તેવીં કલ્પના સુંદ્ધા કરતાં નહીં.
નામ જાહેર ન કરવાની શરતે બેન્ક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે નવા ચાર્જિસ વિશે ઈન્ટરનલ નિર્દેશ જારી કરી દેવાયા છે. અમે રિઝર્વ બેન્કના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. વિવિધ ચાર્જ અંગે બોર્ડે નિર્ણય લેવાનો છે.
ઉપરાંત જે બેન્ક બ્રાન્ચમાં ખાતું હશે તે સિવાયની અન્ય કોઈ પણ બ્રાન્ચમાં જઈ બેન્કિંગ સેવા માટે પણ રૂપિયા આપવા પડશે. તેની પર જીએસટી જૂદો. આ તમામ ચાર્જ ખાતામાંથી બારોબાર કપાઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -