આજથી પાંચમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર લાગશે 150 રૂપિયા ચાર્જ, HDFC, ICICI અને Axis Bank લાગુ કરશે નવો નિયમ
જ્યારે દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ICICIની વેબસાઈટ પર આ સંબંધમાં જાણકારી આપવામાં આવી છે. બંકની વેબસાઇટ અનુસાર ચાર ટ્રાન્ઝેક્શનથી વધારરે ટ્રાન્ઝેક્શન કરવા પર ઓછામાં ઓછા 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. એક્સિસ બેંક પણ દર મહિને એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા અથવા પાંચમી વખત ઉપાડ કરવા પર 150 રૂપિયા અથવા પ્રતિ હજાર 5 રૂપિયા ચાર્જ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવા દર માત્ર બચત અને પગારદાર ખાતા ધારકો માટે જ છે. સાથે જ બેંકે પોતાની શાખાઓમાં ફ્રી રોકડ લેવડ દેવડને બે લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધી છે. તેમાં જમા અને ઉપાડ બન્ને સામેલ છે. તેનાથી વધારે જમા ઉપાડ કરવા પર ગ્રાહકોએ ઓછામાં ઓછા 150 રૂપિયા અથવા 5 રૂપિયા પ્રતિ હજાર ચૂકવવા પડશે. જ્યારે અન્ય શાખામાં ફ્રી લેવડ દેવડ 25,000 રૂપિયા છે. ત્યાર એવી જ રીતે ચાર્જ લાગશે.
સાથે જ શાખામાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પાંચથી ઘટાડીને ચાર કરવામાં આવી છે અને ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કોઈપણ કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ 50 ટકા વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ પહેલા દરરોજ રોકડ ઉપાડ અને જમા બન્નેમાં 50 હજાર રોકડ લેવડ દેવડની મંજૂરી હતી.
બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકે એક માર્ચથી કેટલાક ટ્રાન્ઝેક્સન પર ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય કેસમાં રોકડની મર્યાદા નક્કી કરવા અને કેટલાક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાન નિર્ણય કર્યો છે. બેંકની વેબસાઈટડ અનુસાર થર્ડ પાર્ટી લેવડ દેવડ 25,000 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવે છે.
ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે રોકડ સાથે જોડાયેલ કેટલાક ટ્રાન્ઝેક્શન માટે બચત ખાતાધારકો માટેના ચાર્જમાં ઉલ્લેખનીય વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ રોકડ ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોને હતોસ્હાતિ કરવાનો એક પ્રયત્ન છે. સરકાર નોટબંધી બાદ લોકોને કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરી રહી છે. આમ બેંકનો આ નિર્ણય ઘણો મહત્ત્વપૂર્ણ છે.
ઉપરાંત પાંચમી વખત બેંકમાંથી રૂપિયા ઉપાડવા પર 150 રૂપિયા ચાર્જ લાગી શકે તેવી શક્યતા છે. એવામાં શહેરની એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દે પૂછતાં તેમણે જ્ણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે આરબીઆઇ તરફથી કોઇ સૂચન કે નોટીફિકેશન મળ્યું નથી પણ નિયમનું અમલીકરણ શક્ય બની શકે છે.
ઉપરાંત પાંચમી વખત બેંકમાંથી રૂપિયા ઉપાડવા પર 150 રૂપિયા ચાર્જ લાગી શકે તેવી શક્યતા છે. એવામાં શહેરની એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દે પૂછતાં તેમણે જ્ણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે આરબીઆઇ તરફથી કોઇ સૂચન કે નોટીફિકેશન મળ્યું નથી પણ નિયમનું અમલીકરણ શક્ય બની શકે છે.
90 દિવસની નોટબંધીમાં હજુયે શહેરની મોટા ભાગની સરકારી અને સહકારી બેંકોમાંથી બચત ખાતેધારકોને કેન્દ્વ દ્વારા નક્કી કરવામાં આવેલ મર્યાદા 24 હજાર રૂપિયા પણ એકવારમાં મળતી નથી તથા તેની સાથે એટીએમ પણ યોગ્ય રીતે કાર્યરત થયા નથી એવામાં બચત અને પગારદાર વર્ગના ખાતામાં રૂપિયા જમા કરાવવા તેમજ ઉપાડવાની લિમિટ 4 વખત 1લી માર્ચથી નક્કી કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ આજથી એટલે કે 1 માર્ચથી સામાન્ય લોકો પર મોંઘવારીનો નવો માર પડવા જઈ રહ્યો છે. આ વખતે આ ઝાટકો બંકો તરફથી આપવામાં આવી રહ્યો છે. દેશની મુખ્ય ખાનગી બેંકોએ એક મર્યાદાથી વધારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અથવા વિથડ્રોઅલ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ આજથી એટલે કે બુધવારથી લાગુ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -