આજથી બદલી શકાશે જૂની નોટો, ટોચની બેંકોએ પોતાના સમય બદલીને ગ્રાહકોને આપી છે કેવી રાહત, જાણો વિગતો
એક્સિસ બેંક પણ પોતાના ગ્રાહકોને એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદમાં છૂટછાટ આપી છે. એટલે કે એક્સિસ બેંકના ગ્રાહકો પણ 31 ડિસેમ્બર સુધી 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ વધારાના ચાર્જ વગર કરી શકશે. એક્સિસ બેંક પણ સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે ICICI બેંક 10 અને 11 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે. ગ્રાહકોના ઘસારાને ધ્યાનમાં રાખતા ICICI બેંકે વધારાના કાઉન્ટર ખોલવાની પણ જાહેરાત કરી છે. ICICI બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની જે મર્યાદા લાદવામાં આવી છે તેમાં પણ રાહત આપવામાં આવી છે. એટલે કે બેંકના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી એક મહિનામાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ ફી વગર કરી શકશે.
કેનેરા બેંક પણ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત કેનેરા બેંક નોટ બદલવા માટે અલગથી કાઉન્ટરની વ્યવસ્થા કરશે.
આ સપ્તાહે તમામ બેંકો શનિવાર અને રવિવારે પણ ખુલ્લી રહેશે. એસબીઆઈના તમામ બ્રાન્ચ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. એસબીઆઈએ નોટ બદલવા માટે તમામ શાખાઓમાં અલગથી કાઉન્ટર બનાવવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ 500 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થયા બાદ આજતી બેંકો અને ગ્રાહકો માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. જૂની નોટ બદલવા માટે બેંક પહોંચનારા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે માટે બેંકો તરફથી અનેક તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે, બેંકમાં રોકડની અછત ન થાય તે માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો બેંકો દ્વારા શું સુવિધા આપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -