500-1000ની નોટ બંધ થતા જ્વેલર્સને બખ્ખાં, સોનાના વેચાણમાં 200 ટકાનો ઉછાળો, જાણો માત્ર 4 કલાકમાં કેટલું સોનું વેચાયું
દેશભરમાંથી મળેવા અહેવાલો અનુસાર જ્વેલરી ઉદ્યોગમાં વેપાર નોંધપાત્ર રીતે ઊંચા થયા હતા અને આશરે 200 ટકાના વેપારો થયા હતા. ઉદ્યોગમાં સરેરાશ દિવસે બે ટનના વેપાર થાય છે. વડા પ્રધાન મોદીએ કરચોરી ડામવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા માટે રૂ. 500 અને રૂ. 1000ની નોટ પર ગઈ કાલે રાતથી સામાન્ય વ્યવહારોમાં પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં સોનાની માગ અને પુરવઠામાં તફાવત સર્જાતાં સોના-ચાંદી ઊંચા પ્રીમિયમે વેચવામાં આવ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્વેલરી ઉદ્યોગે કરચોરી પર અંકુશ મેળવવા માટે અને કરવેરાનું પાલન કરવા માટે સરકારના રૂ. 500ની અને રૂ. 1000ની નોટો પરના મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો અને નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને કરેલી જાહેરાતને પગલે જ્વેલરીની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી હતી.
અમદાવાદમાં દુકાને-દુકાને અલગ-અલગ ભાવ બોલાઇ રહ્યાં છે. એસોસિએશન દ્વારા પણ અમદાવાદમાં સોનાનો ભાવ 35000 થી 45000 અને દાગીનાનો ભાવ 43200 રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ પણ 45000 થી 55000ની રેન્જમાં રહ્યાં હતા. સરકારે 500-1000ની નોટ પર પ્રતિબંધ મુકતા તેનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે.
કાળાનાણાંને ડામવા સરકારે 500-1000 ની નોટ પરના પ્રતિબંધના ત્વરિત નિર્ણયનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે. બીલની સામે કેશમાં વેપારનો આગ્રહ જ્વેલર્સો દ્વારા રખાતો હતો. બીલના વેપારમાં 500 અને 1000ની નોટ ચાલતી નથી તેવા બોર્ડ પણ જ્વેલર્સોએ લગાવી દીધા છે. જ્યારે કેશમાં 500-1000ની નોટમાં વગર બીલમાં કામકાજો થઇ રહ્યાં છે. જ્વેલર્સો ઉંચી કિંમતોમાં તગડો લાભ લઇ રહ્યાં છે.
મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંગળવાર રાતે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ તરત જ લોકો નોટોની બેગ ભરીને જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા પહોંચી ગયા હતા. સોનું ખરીદવા માટે આવી પડાપડી પહેલા ભાગ્યે જ જોવા મળી હશે. લોકો અડધી રાત સુધી સોનાની ખરીદી કરી રહ્યા હતા. તમને માનવામાં નહીં આવે કે પરંતુ મળતા અહેવાલ અનુસાર મંગળવારે 4 કલાક એટલે કે 8થી 12 કલાકની વચ્ચે લોકોએ 4 ટન સોનાની ખરીદી કરી છે. તેની કિંમત અંદાજે 160 લાખ કરોડ રૂપિયા આસપાસ બેઠે છે. એટલું જ નહીં જ્વેલર્સે પણ 10 હજાર રૂપિયા સુધી કિંમત વધારી દીધી હતી. એટલે કે 32000નુંસોનું 40000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી બોલાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -