✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર વગર બેંકો પર ઓક્ટોબરથી લાગશે દંડ, UIDAI આપ્યો એક મહિનાનો વધુ સમય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2017 07:35 AM (IST)
1

UIDAIએ જુલાઈમાં ખાનગી અને સરકારી બેંકોને દરેક 10માંથી એક શાખામાં આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર અને અપડેશન સુવિધા ઓગસ્ટના અંત સુધીમાં ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા હતા. મોટાભાગની બેંકોએ પ્રાધિકરણની આ સુવિધા માટે વધારે સમયની માગ કરી હતી. પાંડેએ જણાવ્યું કે, બેંકોએ અમારી પાસે વધારે સમયની માગ કરી હતી માટે અમે તેને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. અંતિમ તારીખ બાદ નિર્દેશનું પાલન ન કરનાર બેંકોને દરેક રજિસ્ટ્રેશન કેન્દ્ર વગરની ખાલી બ્રાન્ચ દીઠ પ્રતિ મહિને 20,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

2

નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળખ સંખ્યા પ્રાધિકરણ (UIDAI)એ સરકારી અને ખાનગી બેંકોને માટે તેની 10 ટકા શાખાઓમાં આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર ખોલવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, એક ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન કેન્દ્ર વગરન બેંક શાખા પર 20,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

3

તેનો મતલ એ થયો કે જો બેંકની 10 બ્રાન્ચ છે તો તેણે પોતાની 10 શાખામાં આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર ખોલવાના રહેશે. 30 સપ્ટેમ્બર સુધી જો આ બેંક 5 શાખાઓમાં આવા કેન્દ્ર ખોલવામાં નિષ્ફળ જાય તો તેને પહેલા મહિનામાં પ્રતિ શાખા 20 હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. આ જ રીતે પછીના દરેક મહિનામાં દંડ લાગતો રહેશે.

  • હોમ
  • બિઝનેસ
  • આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર વગર બેંકો પર ઓક્ટોબરથી લાગશે દંડ, UIDAI આપ્યો એક મહિનાનો વધુ સમય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.