હવે GST રિટર્ન 5,10 અને 15 ઓક્ટોબર સુધી ફાઈલ કરી શકાશે, કારોબારીઓને મળી મોટી રાહત
અગાઉ, સર્વિસ ટેક્સમાં પણ 6 મહિને રિટર્ન ફાઈલ કરાતા હતા અને તેમ છતાં સરકારની રેવન્યુને અસર થઈ નહોતી. GSTR-1 અપલોડ કરાયા પછી GSTR- 2 ઓટોમેટિક અપલોડ થશે, તેવું વેપારીઓને કહેવામાં આવ્યું હતું. પરંતુ GSTR-2 ઓટો પોપ્યુલેટેડ થતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે, GSTR-1 ફાઈલ કરવા માટે મંગળવાર છેલ્લો દિવસ છે અને પછી પાંચ દિવસ માટે પત્રક 'લોક' થઈ જશે એટલે રિટર્ન ફાઈલ નહીં થઈ શકે અને તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મૂકાશે. દર મહિને રિટર્ન ફાઈલ કરવાને બદલે ક્વાર્ટરલી રિટર્ન ફાઈલ કરવાની સુવિધા પૂરી પાડવી જોઈએ. ઈન્કમટેક્સમાં દર મહિને ટીડીએસ ભરવાનો રહે છે પરંતુ તે માટેનું રિટર્ન દર ત્રણ મહિને ભરવાનું હોય છે.
GSTના અમલને બે મહિના થવા છતાં પોર્ટલના ધાંધિયાથી વેપારીઓને છૂટકારો મળ્યો નથી. સરકારી અધિકારીઓએ, GST અમલી કરાયો ત્યારે 10 મિનિટમાં રિટર્ન ફાઈલ થઈ જવાનો દાવો કર્યો હતો પરંતુ 3 કલાક થવા છતાંયે રિટર્ન ફાઈલ થતા નથી. જેના કારણે વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સ પણ તણાવભરી સ્થિતિમાં મૂકાયા છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના GSTR-1 પત્રકો ભરવાની સુવિધા 1 સપ્ટેમ્બરે અપાઈ હતી. આમ, ફક્ત 5 દિવસનો સમયગાળો પૂરતો નથી અને GSTની વેબસાઈટ 'ક્રેશ' થઈ જાય છે.
નવી દિલ્હીઃ કંપનીઓને હવે GST રિટર્ન ભરવા માટે વધુ સમય મળ્યો છે. સરકારે જુલાઈ અને ઓગસ્ટ માટે વેચાણ અને ખરીદીની આંકડા ફાઈલ કરવાની સાથે સાથે ટેક્સ પેમેન્ટની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલે આખરે GSTR-1 ફાઈલ કરવાની મુદત લંબાવીને 5 ઓક્ટોબર, GSTR-2 ફાઈલ કરવાની મુદત 10 ઓક્ટોબર અને GSTR-3 ફાઈલ કરવાની મુદત 15 ઓક્ટોબર કરી છે. પત્રકો અપલોડ થતા હોવાની અને માંડ 10 ટકા રિટર્ન ફાઈલ થયા હોવાથી મુદત લંબાવવામાં આવી છે. અગાઉ રિટર્ન ફાઈલ કરવાની મુદત 5 સપ્ટેમ્બર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -