Jioનું એક વર્ષ પુરું: 250માંથી 50 રૂપિયાનો થયો 1 GB ટેટા, ડેટા યુઝમાં પ્રથમ સ્થાને આવ્યું ભારત
છેલ્લા એક વર્ષમાં 4જી ફોનનો યુઝ પણ ઝડપથી વધી રહ્યો છે. કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, દેશમાં હાલના સમયમાં 15 કરોડથી વધુ 4જી સ્માર્ટફોન થઈ ચુકયા છે. માર્ચ 2016માં તેની સંખ્યા 4.7 કરોડ હતી. એટલે કે એક વર્ષમાં 4જી સ્માર્ટફોનની સંખ્યામાં લગભગ 3 ગણો વધારો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા એક વર્ષમાં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ ચર્ચાઓ ચાલી. જયાં એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓ સતત જિયો પર ડિસ્ટ્રેક્ટિવ સ્ટ્રેટેજીનો આરોપ લગાવતી રહી છે. જયારે જિયો આ કંપનીઓ પર કો-ઓપરેટ નહી કરવાનો આરોપ લગાવતી રહી. જયારે ઘણીવાર તેમની લડાઈ ટેલિકોમ રેગ્યિુલેટરી ટ્રાઈના દરવાજા પર પણ પહોંચી છે.
જિઓ લોન્ચ થયાના 12 મહિનામાં જિયોએ દેશભરમાં મોબાઈલ ડેટાના ઉપયોગની તસવીર બદલી નાંખી છે. પહેલા લોકો MB માપી-માપીને ડેટા યુઝ કરતા હતા, હવે સ્થિતિ એ છે કે દર મહિને ડેટાનો ઉપયોગ 20 કરોડ GBથી વધીને 150 GB થઈ ગયો છે. મોબાઈલ ડેટા યુઝ બાબતે ભારત 155માં સ્થાનેથી પહેલા સ્થાન પર આવી ગયું છે અને અમેરિકા અને ચીનને પણ પાછળ કરી દીધાં છે.
જિયો પર દર મહિને વીડિયો સ્ટ્રીમિંગ 165 કરોડ કલાકની થઈ રહી છે. લોકો દર અઠવાડિયે ટીવીની સરખામણીમાં સાત ગણો વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે. જિયોનો દાવો છે કે 4G આવ્યા પહેલા એવી સંભાવના વ્યક્ત થતી હતી કે, મોંઘી ડેટા સર્વિસને કારણે તેનો એડોપ્શન રેટ ઓછો થશે, પરંતુ તેમની પાસે 10 કરોડથી વધારે ગ્રાહક છે જે જિયો પ્રાઈમ માટે ચુકવણી કરે છે.
આ પણ દાવો છે કે જિયોનું નેટવર્ક અત્યારે ભારતમાં 75% વસ્તીને કવર કરી રહ્યું છે અને આગામી વર્ષમાં આ કવરેજ 99 ટકા સુધી થઈ શકે. જિયોના નામે વધુ એક રેકોર્ડ પણ છે. 170 દિવસ સુધી પ્રત્યેક સેકન્ડ સાત ગ્રાહક જોડવાની તેની સ્પીડ ફેસબુક, વોટ્સએપ અને સ્કાઈપ કરતાં પણ વધારે રહી છે.
ઈન્ડસ્ટ્રીમાં એક વર્ષમાં મોટા ફેરફાર થયા છે, વધારે વોઈસ અને ઓછા ડેટાના સ્થાને ઓછા વોઈસ અને વધારે ડેટા પર ફોકસ થઈ રહ્યું છે. 2017માં 4જી ફોનની સંખ્યા 3 ગણી વધી ગઈ. ભારતમાં આજે 4G કવરેજ 2G કવરેજ કરતાં વધી ગયું છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને લોન્ચ થયાને એક વર્ષ પુરુ થઈ ગયું છે. એક વર્ષમાં ટેલિકોમ સેકટરમાં જિઓની એન્ટ્રી એક સુનામીની જેમ થઈ છે. જેણે 365 દિવસોમાં સમગ્ર ઈન્ડસ્ટ્રીની ડાયનેમિકસ બદલી નાખી છે. તેનો સૌથી વધુ ફાયદો કસ્ટમરને મળ્યો છે. એક વર્ષ પહેલા 1 જીબી ડેટા માટે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. હવે તે રેટ 50 રૂપિયા/GBથી ઓછું થઈ ગયું છે. એટલું જ નહિ ઈન્ડસ્ટ્રીના સમગ્ર કામ-કાજની રીતમાં બદલાવ આવ્યો છે. જે સિમ એક્ટિવેશનથી લઈને ડેટા ટ્રાન્સફર કરવામાં જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -