200ની નોટ મળી? જાણો ક્યારથી ATMમાં આવશે નવી નોટ
નવી દિલ્હીઃ જો તમને પણ 200 રૂપિયાની નોટ નથી મળી તો ચિંતા કરવાની જરૂર નથી નવા વર્ષની શરૂઆત પહેલા દેશના તમામ એટીએમમાંથી નવી 200ની નોટ મળવા લાગશે. હાલમાં મોટાભાગના એટીએમમાંથી 200ની નોટ ન નીકળવાને કારણે જાને કારણો લોકોને નોટ નથી મળી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા કમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશન્સના CEO સંજીવ પટેલ જણાવે છે કે, માત્ર 200ની જ નહીં, દરેક નોટની અત્યારે તંગી છે. ATM ઓપરેટર્સને તેમની જરુરનું 50 ટકા કેશ જ મળે છે. નોટબંધી પછી બેન્કોને પણ માત્ર 60-70% કેશ સપ્લાય કરવામાં આવે છે.
દેશભરના 1 લાખથી વધારે ATMને ઓપરેટ કરનારી કંપની NCRના મેનેજીંગ ડિરેક્ટર નવરોઝ દસ્તુર જણાવે છે કે, અમે અમુક ATMને રિકેલિબરેટ કર્યા છે. પણ આ નિર્ણય અમારો નહીં, બેન્કનો હોય છે. અને મોટાભાગની બેન્કોએ અમને 200ની નોટ માટે ATMમાં સુધારા કરવાની રિક્વેસ્ટ હજી નથી કરી.
બેન્કકર્મીઓનું કહેવું છે કે, નોટબંધી પછી લોકોને લાગી રહ્યું છે કે રીકેલિબ્રેશન સરળ પ્રક્રિયા છે, પણ વાસ્તવમાં તે નથી. કેનેરા બેન્કના ચેરમેન રાકેશ શર્મા કહે છે કે, રીકેલિબ્રેશન ધીમી અને મહેનત માંગી લેતી પ્રોસેસ છે અને તેમાં અઠવાડિયાઓનો સમય લાગે છે. નોટબંધી સમયે દેશના દરેક એટીએમમાં આ પ્રક્રિયા કરવામાં વર્કર્સે દિવસ રાત મહેનત કરી હતી. તે સમયે ઈમર્જન્સી હતી, અત્યારે 200ની નોટ લોકો સુધી પહોંચાડવાની એટલી ઈમર્જન્સી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -