✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકાર પર ભડક્યા વિજય માલ્યા, કહ્યું- મદદ માગી હતી, લોન નહીં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2017 02:43 PM (IST)
1

તેમણે કિંગફિશરના તમામ કર્મચારીઓ અને સ્ટેકહોલ્ડર્સની માફી માગી અને કહ્યું કે, સરકાર મદદ કરી શકી હોત. કિંગફિશરને લોન તરીકે મળેલ પબ્લિક ફંડના આરોપ પર માલ્યાએ કહ્યું કે, એર ઇન્ડિયાને જે પબ્લિક ફંડ આપ્યું છે તેનું શું?

2

માલ્યાએદાવો કર્યો કે કિંગફિશર એરલાઈન્સ ભારતની સૌથી મોટી અને સૌથી સારી એરલાઈન્સ હતી જે દુર્ભાગ્યે આર્થિક અને નીતિગત કારણે નિષ્ફળ ગઈ.

3

માલ્યાએ કહ્યું કે તે નીતિમાં ફેરફારની માગ કરતા હતા પરંતુ એવું થયું નહીં જેના કારણે એરલાઈન્સ પર ખરાબ અસર પડી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મદદ માગી હતી લોન નહીં.

4

એક અન્ય ટ્વિટમાં માલ્યાએ લખ્યું કે, તેના કારણે સૌથી મોટી ઘરેલુ એરલાઈન્સ કિંગફિશર ખૂબ પ્રભાવિત થઈ. તેમણે કહ્યું કે, સરકારે એર ઇન્ડિયા માટે રાહત પેકેજ આપ્યું પરંતુ કિંગફિશર માટે ન આપ્યું.

5

તેમણે એર ઇન્ડિયાને આપવામાં આવેલ પબ્લિક ફંડ પર સવાલ ઉઠાવતા કહ્યું, કિંગફિશર એરલાઈન્સ જ્યારે ડૂબી તે સમયે ક્રૂડની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ હતી અને ડોલરની તુલનામાં રૂપિયો નબળો હતો. અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી.

6

માલ્યાએ પોતાના બચાવમાં અનેક ટ્વિટ કર્યા. તેમણે કહ્યું કે, તે દેવું કરવા માગતા ન હતા પરંતુ તેની માગ હતી કે સરકાર પોતાની નીતિઓમાં ફેરફાર કરીને મદદ કરે.

7

નવી દિલ્હીઃ દેશમાંથી ભાગેડુ જાહેર થયેલ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કિંગફિશરના પતનનો દોષનો ટોપલો સરકારની નીતિઓ અને આર્થિક સ્થિતિ પર ઢોળથા સરકાર પર જ સવાલ ઉઠાવ્યા હતા. માલ્યાએ કહ્યું કે, સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાને સંકટમાંથી બહાર કાઢવા માટે લોકોના રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ સૌથી મોટી ઘરેલુ એરલાઈન્સને બચાવવા માટે એવુ કંઈ જ કરવામાં આવ્યું નહીં.

  • હોમ
  • બિઝનેસ
  • સરકાર પર ભડક્યા વિજય માલ્યા, કહ્યું- મદદ માગી હતી, લોન નહીં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.