Jioનો Airtel પર ગંભીર આરોપ, કહ્યું-એરટેલનો અનલિમિટેડ પ્લાન ખોટો, TRAIમાં કરી ફરિયાદ
નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ને મોકલેલ ફરિયાદમાં એરટેલ પર પ્રચાર યોજનાની જાહેરાતમાં ડેટાના મૂલ્યને લોકોને ભ્રમિત કરનારા જણાવતા તેના પર સૌથી વધારે દંડ લગાવવાની માગ કરી છે. તમને જણાવીએ કે રિલાયન્સ જિયોના લોન્ચિંગ બાદથી જ જિયો અને ભારતી એરટેલની વચ્ચે અનેક મુદ્દે વિવાદ થતા રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયોએ કહ્યું કે, આ તથ્ય એરટેલની જાહેરાતમાં દર્શાવવામાં આવ્યા નથી. એરટેલે પોતાની જાહેરાતમાં તેનો ઉલ્લેખ કર્યો નથી કે આ પ્રકારની શરતો પણ લાગુ છે. ઉપરાંત જિયોએ દાવો કર્યો છે કે, એરટેલે ખોટી રીતે 3 જીબી ફ્રી ડેટાની વાત કરી છે કારણ કે તેના માટે ગ્રાહકોએ 345 રૂપિયા ચૂકવવા પડશે.
જિયોનો એ પણ આરોપ છે કે, એરટેલે ગ્રાહકોને પેક અંર્ગત મળતા ડેટાને લઈને ગેરમાર્ગે દોર્યા છે જે ટ્રાયના નિયમોનું ઉલ્લંઘન છે. એરટેલે દાવો કર્યો છે કે 9000 રૂપિયામાં 12 મહિના સુધી 3જીબી ડેટા ફ્રી છે જ્યારે જિયોનો દાવો છે કે એરટેલે પોતાના પ્રાઈસ ઇન્ડેક્શન અનુસાર 28 દિવસ માટે 3જીબી ડેટાની કિંમત 450 રૂપિયા હશે. જિયોનો દાવો છે કે, આ રીતે કોઈપણ પેકની 12 મહિના માટે ઉપયોગ કરવા પર 5400 રૂપિયા થશે.
જિયોએ દાવો કર્યો છે કે, વાસ્તવમાં એરટેલની આ ઓફરમાં કોલ્સ અનલિમિટેડ નથી અને ટ્રાઈના આદેશ અનુસાર તેને અનલિમિટેડ કહેવું ખોટું છે. જિયો અનુસાર વાસ્તવમાં એરટેલે ફેર યૂસેસ પોલિસીને લાગુ કરી છે જે અંતર્ગત દરરોજ 300 મિનિટ અથવા દર સપ્તાહે 1200 મિનિટ (જે પહેલા થાય) તેટલા જ ફ્રી કોલની સુવિધા મળશે. ત્યાર બાદ તમામ કોલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પ્રમાણે ચાર્જ કરવામાં આવશે.
19 જાન્યુઆરીનારોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરોડી ઓફ ઇન્ડિયા (TRAI)ને કરવામાં આવેલ ફરિયાદમાં જિયોએ આરોપ લગાવ્યો છે કે, એરટેલે હાલમાં જ લોન્ચ કરેલ ટેરિફ પ્લાન્સમાં નિયમો અને શરતોની સંપૂર્ણ જાણકારી આપી નથી. ફરિયાદ અનુસાર જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી ઉંધુ એરટેલના પ્લાન્સ વાસ્તવમાં ન તો અનલિમિટેડ વોયસ કોલ આપે છે અને ન તો ફ્રી ડેટા આપે છે.
4 જાન્યુઆરીના રોજ ભારતી એરટેલે જાહેરાત કરી હતી કે એરટેલ 4જીમાં સ્વિચ થનાર ગ્રાહકોને 9000 રૂપિયામાં 12 મહિના માટે ફ્રી ડેટા ઉપલબ્ધ કરાવશે. કંપનીએ કહ્યું હતું કે, પ્રીપેડ ગ્રાહકો હાલના પેકનીસાથે 345 રૂપિયાનો સ્પેશિયલ ટેરિફ વાઉચર એન ઓન કરીને આ ઓફરનો લાભ લઈ શકે છે. તેમાં ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સની સાથે સાથે 3જીબી પ્રી ડેટા મળશે. કંપનીએ માત્ર એક શરતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓફર 4જી હેન્ડસેટવાળા નવા ગ્રાહકોને મળશે અને એરટેલના જૂના ગ્રાહકો જે 4જી ડિવાઈસમાં સ્વિચ થઈ રહ્યા છે તેને મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -