Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું 1 એપ્રિલ પછી Jioનો સાથ છોડી દેશે યૂઝર્સ?
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના 2જી અને 3જી યૂઝર્સ સેમ્પલ ટેસ્ટ બાદ 4જી પર આવતા વર્ષ સુધી અપગ્રેડ થશે અને તેમાંથી 80 ટકાનું કહેવું છે કે, જ્યારે તે અપગ્રેડ કરશે તો તે જિઓનીને પ્રથમ સ્થાન આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કસ્ટમર લોયલ્ટીના મામલે જિઓનો સ્કોર સૌથી વધારે છે. તેમાં કસ્ટમર સર્વિસ, સેવા, ડેટા કવરેજ, ડેટા સ્પીડ અને હેન્ડસેટ પસંદગીનો વિકલ્પ અન્ય કરતાં સારો છે. એટલું જ નહીં, જિઓએ વોયસ ક્વોલિટી અને વોયસ કવરેજમાં વોડાફોન અને આઈડિયાને પાછળ છોડી દીધા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ 31 માર્ચના રોજ ખત્મ થઈ રહી છે, પરંતુ અત્યાર સુધી ફ્રી કોલિંગ અને ફ્રી ડેટાનો લાભ લેનારા યૂઝર્સ આગળ પણ જિઓની સાથે જોડાઈ રહેવા માગે છે. આ વાતનો ખુલાસો એક અહેવાલમાં થયો છે.
આ રિપોર્ટમાં કહેવાયુ છે કે 67 ટકા લોકોએ જણાવ્યું કે જિઓ એમનો સેકન્ડરી નંબર છે. તો 63 ટકા યૂઝર્સે કહ્યું કે હવે તે આને પ્રાઈમરી નંબર બનાવવાના છે. માત્ર 2 ટકા લોકોએ જ કહ્યું કે તેઓ જિઓ છોડવાના છે.
'Wall Street Research And Brokerage Firm' ના રિપોર્ટ મુજબ જિઓ કસ્ટમર્સ લોયલ કસ્ટમર છે, જે જિઓનો સાથ નહી છોડે. રિપોર્ટમાં કહેવાયુ છે જિઓ કસ્ટમર મામલે થોડા દિવસોમાં જ આઈડિયા અને વોડાફોનને પણ હરાવી દેશે. 4Gમાં અપગ્રેડ કરનારા ઓપરેટર્સ પણ જિઓને જ પસંદ કરશે.
જિઓએ કસ્ટમર બનાવી રાખવા માટે પ્રાઈમ મેમ્બરશિપ પછી નવા ફિચર્સ પણ લૉન્ચ કર્યાં છે. જેમાં કોલર ટ્યૂન સેટ કરાવવાથી લઇને સિમ બંધ કરાવવાનું ફિચર પણ શામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -