Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રેનમાં મુસાફરી કરતાં કરતાં જોઈ શકાશે ફિલ્મ-સીરિયલ્સ, સાંભળી શકાશે મ્યુઝિક, જાણો ક્યારથી અમલ
નવી દિલ્હીઃ ટીવી સિરિયલ અને ફિલ્મના શોખીને માટે રેલવે એક સારા સમાચાર લઈને આવ્યું છે. હવે તમે રેલવે યાત્રા દરમિયાન તમારા મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ પર તેની મજા લઈ શકો છો. રેલ મંત્રાલય યાત્રીઓને ટ્રેનમાં સફર દરમિયાન કે રેલવે સ્ટેશન પર મનોરંજનની સામગ્રી પૂરી પાડવાનું સ્વપ્ન પૂરું કરવાની નજીક પહોંચી ચૂક્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયની માગ પર કન્ટેઇન્ટ (સીઓડી) અને રેલ રેડિયો સેવા આપવા માટે કંપનીઓને આમંત્રણ આપ્યું છે. એપ્રિલથી યાત્રીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવશે. સીઓડીની પહેલમાં ટીવી સિરિયલ, ફિલ્મો, નાના વીડિયો, બાળકોના શો, આધ્યાત્મિક શો, ફિલ્મી ગીતો, ક્ષેત્રિય ગીતો, આધ્યાત્મિક સંગીત, ઇલેક્ટ્રોનિક્સ ન્યૂઝ પેપર, ગેમ્સ અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.
બોસ્ટન કન્સિલ્ટંગ ગ્રૂપના એક તાજેતરના અહેવાલ અનુસાર ટ્રેન અને રેલવે સ્ટેશન પર સીઓડી દ્વારા રેલવેનું કુલ ઇન્ફોટેન્મેન્ટ બજાર આગામી ત્રણ વર્ષમાં ૨૨૭૭ કરોડ સુધી પહોંચી શકે છે, તેમાં રેડિયો, ઓડિયો, ડિજિટલ મ્યુઝિક અને ડિજિટલ ગેમિંગ સામેલ હશે.
રિપોર્ટ કહે છે કે તેમાં કન્ટેઇન્ટનો માલિકી હક રાખનારી કંપનીઓ ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ, બાલાજી પ્રોડક્શન અને શેમારુ એન્ટરટેઇન્મેન્ટ તથા કન્ટેઇન્ટ એગ્રીગેટર રેડિયો મિર્ચી, ફીવર એફએમ, હંગામા અને બિન્દાસ્ત જેવી પાર્ટીઓ પણ તેમાં રસ દાખવી શકે છે.
સાથે-સાથે મુખ્ય ટેલિકોમ કંપનીઓ વોડાફોન, આઈિડયા, એરટેલ તેમજ ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ પણ આ પ્રોજેક્ટમાં આગળ વધે તેવી શક્યતા છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ ઉદ્યોગમાં તમામ મોટી કંપનીઓ રસ દાખવે તેવી શક્યતા છે. આ માટે ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -