Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Idea અને Vodafoneની મર્જરની જાહેરાત, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
નવી દિલ્હીઃ કુમાર મંગલમ બિરલાની માલિકી ધરાવતી દેશની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલરે વોડાફોન ઇન્ડિયાની સાથે મર્જરની જાહેરાત કરી દીધી છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે, તેના બોર્ડે આ મર્જરને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત વોડાફોન ઇન્ડિયા અને તેની સંપૂર્ણ માલિકી ધરાવતી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસીસ લિમિટેડ અને આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા સેલ્યુલરનું મર્જર થસે અને નવી કંપની ભારતી એરટેલને પાછળ છોડીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇડિયાએ કહ્યું છે કે નવી કંપનીમાં વોડાફોનની પાસે 45 ટકા હિસ્સેદારી હશે. તો આઇડિયાની પાસે 26 ટકા હિસ્સેદારી હશે. આઇડિયાએ હાલ કહ્યું છે કે વોડાફોન અંદાજે 4.9 ટકા હિસ્સેદારી આઇડિયા પ્રમોટર્સને ટ્રાન્સફર કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ બનનારી નવી કંપની ટેલિકોમ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની હશે, જેના અંદાજે 38 કરોડ ગ્રાહકો હશે.
આઇડિયા પ્રમોટર્સની પાસે વધારાના 9.5 ટકા હિસ્સેદારી લેવાનો અધિકાર છે. પ્રમોટર્સ 130 રૂપિયા પ્રતિ શેરના હિસાબે હિસ્સેદારી લઇ શકે છે. ચેરમેન નિયુકત કરવાનો અધિકાર કેવળ આઇડિયા પ્રમોટર્સની પાસે છે. વોડાફોનની પાસે નવી કંપનીના કંપનીના સીએફઓને નિયુકત કરવાનો અધિકાર છે.
મર્જર થયેલી કંપનીમાં વોડાફોન 50 ટકા હિસ્સેદારી ટ્રાન્સફર કરશે મર્જર પહેલા બન્ને કંપનીઓ સ્ટેન્ડએલોન ટાવર્સ વેચશે. ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ડીલના સફળ થવા પર મર્જર બાદ બનનારી કંપની ટેલિકોમ સેકટરમાં ભારતની સૌથી મોટી કંપની હશે, જેનો માર્કેટ શેર 40 ટકા અને સબ્સ્ક્રાઇબર બેઝ 38 કરોડ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -