SBI ગ્રાહકોને આ નંબર પરથી આવી રહ્યા છે કોલ, જાણી લો નહીં તો થશે નુકસાન
એસબીઆઇએ જણાવ્યું છે કે આવા કોલથી સાવધાન રહો અને કોઇ પ્રકારની તમારી માહિતી શૅર ના કરો. ડિટેઇલ શૅર કરવાથી તમને નુકસાન થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકે જણાવ્યું હતું કે આવા કોઇપણ કોલમાં ભૂલથી પણ ઓટીપી, ગિફ્ટ વાઉચર, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ સહિત કોઇપણ જાણકારી શૅર કરવી ના જોઇએ. આવી જાણકારી શૅર કરવાથી તમને આર્થિક નુકસાન ભોગવવું પડશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક પોતાના તમામ ગ્રાહકોને એક મેસેજ મોકલી રહ્યું છે. આ મેસેજમાં ગ્રાહકોને એક ખાસ મેસેજથી આવતા કોલને લઈને સાવચેત કરવામાં આવી રહ્યા છે. આ નંબર પરથી આવતા કોલ પર બેંક સાથે જોડાયેલ તમારી જાણકારી માગવામાં આવી રહી છે.
એસબીઆઇએ પોતાના ગ્રાહકોને એક મેસેજ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોઇ એવા નંબર પરથી કોલ આવે જેની શરૂઆત 1800/1860થી થતી હોય તો સાવધાન થઇ જાઓ.
બેંક અનુસાર આ નંબરથી આવી રહેલા કોલમાં ગ્રાહકોને રિવોર્ટ પોઇન્ટ્સને રીડમ કરવા માટે લાલચ આપવામાં આવે છે. આ કોલમાં દાવો કરવામાં આવે છે કે પોઇન્ટ્સ રીડમ કરવા પર તમને એક ગિફ્ટ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -